Mukhy Samachar

News of Monday, 17th July, 2017

લ્યો બોલો...૬ર ટકા પુરુષોએ પોતાની સાથીને કયારેય સંપૂર્ણ નિર્વસ્ત્ર નિહાળી નથી

સેકસ અંગે કરવામાં આવેલો રાજયવ્યાપી સર્વેઃ સેકસનો હવે છોછ રહ્યો નથીઃ ૭૮ ટકા પુરુષોને એ પણ ખબર નથી કે પત્ની કે પ્રેમિકાને ચરમસીમા હોય છે!

   અમદાવાદ તા. ૧૭ :.. છેલ્લા પાંચ વર્ષમાં ભારતના તમામ રાજયોના મોટા શહેરો, નગરો તથા ગામડાઓમાં બદલાઇ રહેલી માનસિકતાને ધ્યાનમાં રાખીને સેકસ અંગે અનેક સર્વે કરવામાં આવી રહ્યા છે. હાલમાં સેકસ અંગે શહેરો, નગરો તેમજ ગામડાઓના પચાસ હજારના જૂથોને મળીને કુલ દોઢ લાખ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભારતમાં આવી રહેલો ચેન્જ જોવા મળ્યો હતો. તાજેતરમાં સેકસ જેવા સંવેદનશીલ વિષય પર ચાલી રહેલાં સર્વેક્ષણ સાથે જોડાયેલાં ડો. જયેશ શાહે ઉપરોકત માહીતી આપી હતી.

   ભારતીય સમાજની બદલાઇ રહેલી તાસીરમાં ગુજરાતમાં થયેલાં સર્વેનાં અભ્યાસમાં ગામડા. નગરો અને શહેરોનાં યુવાનો સેકસ અંગેના વિચારોમાં જુનવાણી અભિગમ ત્યાગીને આધુનિક બની રહ્યા છે. શહેરની રિસર્ચ સ્કોલર ડો. જયેશ શાહના જણાવ્યા મુજબ સેકસ અંગેના સર્વેના વિશ્લેક્ષણના પ્રારંભિક ડેટામાં ઘણી બધી ચોંકાવનારી માહિતી આવી છે.

   સર્વેમાં ૬ર ટકાથી વધુ પુરુષોના મતે સેકસ માણતાં હોવા છતાં પોતાની પત્ની કે પ્રેમિકાને સંપૂર્ણ નગ્ન હાલતમાં કયારેય પણ જોઇ નથી. ૭૮ ટકા કરતાં વધુ પુરુષોને એ પણ ખબર નથી કે પત્ની કે પ્રેમિકાને ચરમસીમા હોય છે. ગામડા નગરો તેમજ શહેરોમાં ૮૯ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમને ઓર્ર્ર્ગેઝમ એટલે શું તેની ખબર જ નથી. જયારે ૪૦થી પ૦ વર્ષની મહિલાઓમાંથી માત્ર ૩ર ટકાને જ જી-સ્પોટ અંગે માહિતી હતી.

   ૪૦ વર્ષની પર ટકા મહિલાઓએ લગ્ન પહેલાં સેકસ  માણ્યું ન હતું

   રપ વર્ષની ૭૭ ટકા મહિલાઓએ લગ્ન અગાઉ સેકસ માણ્યું છે. ૪૦ થી પ૦ વર્ષની ૪૦ ટકા મહિલાઓ સેકસની ઇચ્છા આડકતરી રીતે વ્યકત કરે છે. ર૦ ટકાના મતે પહેલ કરે છે. ૧૩ ટકના મતે સેકસની ઇચ્છા દબાવી દે છે તો ર૭ ટકા જવાબ આપ્યો ન હતો. ૭૮ ટકા પુરુષોના મતે સેકસના વેરિએશનમાં જુદી જુદી સ્ત્રીઓ અથવા એ જ સ્ત્રી સાથે જુદી જુદી પધ્ધતીથી સેકસ માણવું ગમે છે. ૪ર ટકા પુરૂષોને તેમની સેકસ લાઇફથી સંતો છે.

   ૮પ ટકા દંપતીને સાથીને ઉત્તેજીત કરવાની રીત ખબર નથી

   વીસ વર્ષનાં લગ્ન જીવન બાદ ૩૩ ટકા દંપતીઓના મતે સેકસ માત્ર એક સબધ છે. એનાથી વિશેષ નથી પપ ટકા પુરુષોના મતે સેકસ માણીને સીધા સૂઇ જ જતા હોય છે. જયારે ૮૦ ટકા મહિલાઓને સમાગમ પત્યા બાદ પુરુષ સાથે વાતો કરવી. પાસે રહેવાનું તેમજ આલિંગ ન માણવાનું પસંદ છે. ૮૪ ટકા મહિલાઓનાં મતે ફોરપ્લેમાં વાતો કરવી પસંદ છે રપ વર્ષની આસપાસની ૮૮ ટકા અગાઉ ૪૭ ટકા મહિલાઓને કિસિંગ, રર ટકાને મસાજ ૧૧ ટકાને પતિ તેમનાં શરીરને નિરખ્યાં કરે. ૧૦ ટકાના મતે પતિ રોમેન્ટિક સ્ટાઇલથી પત્નીનાં કપડાં ઊતારે તથા પ ટકાને સેકસ અગાઉ પોર્ન જોવું પસંદ છે.

   કેઝયુઅલ સેકસનો છોછ નથી

   પ૮ ટકા પુરુષો તેમજ ર૮ ટકા મહિલાઓએ લગ્ન બહાર ચેન્જ પુરતું સેકસ માણ્યું છે ૧૮ ટકા પુરુષો તેમજ પ ટકા મહિલાઓએ એક કરતાં વધુ સાથે તેમજ ૧૧ ટકા પુરુષો અને ર ટકા મહિલાઓએ ઘણાં સાથે સંબંધો માણ્યાં છે. ૩૭ ટકા મહિલાઓએ કબૂલ્યું હતું કે, લગ્નબાહ્ય સંબંધ છે વન નાઇટ સ્ટેન્ડ અંગે પ્રશ્ન પુછવામાં આવતાં ૪૧ ટકા પુરુષો તેમજ ર૯ ટકા મહિલાઓને તેની સામે વાંધો નથી. ર૬ ટકા પુરુષો અને મહિલાઓ તેમનાં લાઇફ પાર્ટનર સિવાય અન્ય કોઇ વ્યકિત સાથે સંબંધ ધરાવે તો વાંધો નથી. રપ વર્ષ આસપાસની ૪ર ટકા કુંવારી મહિલાઓ સેકસમાં એકિટવ છે.

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો