Mukhy Samachar

News of Monday, 17th July, 2017

હાથ નથી તો શું થઇ ગયું? પગેથી ટીવી રિપેર કરીને કમાય છે આ પંજાબી યુવક

હાથ નથી તો શું થઇ ગયું? પગેથી ટીવી રિપેર કરીને કમાય છે આ પંજાબી યુવક

   અમૃતસર, તા. ૧૭ : જન્મજાત ખોડને કારણે બન્ને હાથ હોવા છતાં કંઇ કામના ન હોય અને એક પગ માંડ થોડોક ચાલતો હોય એવી વ્યકિત જીવનભર કેટલી પરાવલંબી હશે ? પણ જો આત્મબળ બુલંદ હોય તો કંઇ પણ શકય છે એ ઉદાહરણ પંજાબના અમૃતસરમાં રહેતા જસવંત સિંહ નૌશેરાએ પૂરૃં પાડયું છે. જસવંત સિંહના હાથ લટકતી દોરીઓ જેવા છે. ડાબો પગ પણ ચાલવામાં મદદ થાય એવો નથી. માત્ર જમણો પગ સાબૂત છે. ઘરમાં તે જમણા પગે લંગડી કરીને ફરે છે અને બહાર જવાનું હોય તો પગેથી ઠેલવી પડે એવી વ્હીલચેર પર જાય છે. શરૂઆતમાં તો બધું જ જમ્મી કે પપ્પા કરી આપતા, પણ યુવાન થયા પછી તેણે પોતાના કામ જાતે કરવાનું મનોબળ એકઠું કર્યું. ધીમે-ધીમે કરીને તે બ્રશ કરવાનું, નહાવાનું, કપડા પહેરવાનું એક જ પગથી મદદથી કરતો થયો. રોટલીના ટુકડા કરીને મોંમાં મૂકવાના હોય કે પાણીનો પ્યાલો મોંએ માંડવાનો હોય, જસવંતનો માત્ર જમણો પગ એ બધું જ કરી લેતો. પોતાના કામોની સ્વનિર્ભરતા આવતા તે ઇલેકિટ્રશયનનું અને રિપેરીંગનું કામ શીખ્યો. ટીવી રિપેર કરવામાં હવે તેને જબરી હથોટી આવી ગઇ છે. પગની મદદથી જ તે ટીવી ખોલે છે, એમાંની ગરબડ તપાસે છે. જરૂરી રિપેરીંગ કરે છે અને પાછું બંધ પણ જાતે જ કરે છે. અને પાછું બંધ પણ જાતે જ કરે છે. રોજના બેથી ત્રણ ટીવી રિપેર કરીને તે પ૦૦થી ૭૦૦ રૂપિયા કમાઇ પણ લે છે. ખડતલ શરીરવાળા લોકો કરતાંય વધુ મજબૂત તેનું મનોબળ છે.

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો