Mukhy Samachar

News of Monday, 17th July, 2017

પાકિસ્તાનને સરહદે કાંકરીચાળો મોંઘો પડયોઃ ચાર જવાનો ગુમાવવા પડયા

સીઝ ફાયર ઉલ્લંઘનનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

   નવી દિલ્હી તા.૧૭ : પાકિસ્તાન સૈન્યએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પુંચના બાલાકોટ અને રાજૌરીના મંજાકોટમાં યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો. આ પહેલા પીઓકેમાં નિયંત્રણ રેખા ઉપર થયેલ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનામાં ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ તેઓના વાહનો ઉપર ગોળીબાર કર્યો હતો જેના કારણે પાકિસ્તાને ચાર જવાનો ગુમાવ્યા હતા.

   પાકિસ્તાની સેનાએ એલઓસી પર બીજી સેકટરમાં ૭-૩૦ કલાકથી નાના હથિયાર, ઓટોમેટીક મોર્ટારથી અકારણ અને અંધાધુંધ ફાયરીંગ શરૂ કર્યુ હતુ. ભારતીય સેનાએ તેનો જોરદાર અને પ્રભાવી ઢંગથી જવાબ આપ્યો હતો. સુત્રોનુ કહેવુ છે કે, ભારે મોર્ટાર અને ગોળીબારમાં પુંચના બિંબર ગલી ક્ષેત્રમાં તીવ્રતા વધુ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે રવિવારે આરોપ મુકયો હતો કે નિલમ ઘાટીમાં પાકની સેનાની જીપ ઉપર ભારતે ગોળીબાર કર્યો હતો અને ચાર સૈનિકોને ડુબવા દીધા હતા અને હત્યા કરી નાંખી હતી. પાક સેનાના પ્રવકતા મેજર જનરલ આસીત ગફુરે કહ્યુ હતુ કે, પીઓકેમાં મુઝફફરાબાદથી ૭૩ કિ.મી. દુર આવેલ આઠ મુકામમાં નિલમ નદી પાસે ચાલી રહેલા વાહનને નિશાના ઉપર લેવામાં આવ્યો હતો.

 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો