Mukhy Samachar

News of Monday, 17th July, 2017

GSTનો અર્થ 'ગ્રોઇંગ સ્ટ્રોંગર ટુ ગેધર': સત્ર દરમ્યાન આશા છે કે રાષ્ટ્રહિતમાં ફેંસલા થશે

સંસદના સત્ર પુર્વે પીએમની મીડિયા સાથે વાતચીત

GSTનો અર્થ 'ગ્રોઇંગ સ્ટ્રોંગર ટુ ગેધર': સત્ર દરમ્યાન આશા છે કે રાષ્ટ્રહિતમાં ફેંસલા થશે

   નવી દિલ્હી તા.૧૭ : આજે સંસદના સત્રના પ્રારંભ પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, ટવીટ ઇન્ડિયા મુવમેન્ટના ૭પ વર્ષ પુરા થઇ રહ્યા છે. આ સમયે લોકોના પ્રતિનિધિઓને રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રપતિ પસંદ કરવાનો મોકો મળ્યો છે.

   તેમણે પત્રકારોને કહ્યુ હતુ કે, સત્રના પ્રારંભ પુર્વે જીએસટી લાગુ થયો છે તેનાથી નવી ઉમંગ છે. તેમણે આશા વ્યકિત કરી હતી કે, તમામ રાજકીય પક્ષો અને સંસદ રાષ્ટ્રહીતને ધ્યાને રાખી ચર્ચા કરશે અને મહત્વના ફેંસલા લેશે. તેમણે કહ્યુ હતુ કે, દેશવાસીઓની નજર ચોમાસુ સત્ર ઉપર છે.

   તેમણે કહ્યુ હતુ કે, જીએસટીથી નવી ઉમંગ છે, જીએસટી એક સાથે કામ કરવાનુ બીજુ નામ છે. જીએસટીનો અર્થ ગોઇંગ સ્ટ્રોંગર ટુ ગેધર છે. એક સાથે મજબુતીથી આગળ વધવુ એ જીએસટી છે. બધા પક્ષો સાથે મળીને કામ કરે તો તે રાષ્ટ્રહીતમાં હશે. મોનસુન સત્રમાં કિસાનોને નમન, આ જ સત્રમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. સત્રમાં રાષ્ટ્રહીતની ચર્ચા થાય તેની આશા છે.

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો