Mukhy Samachar

News of Monday, 17th July, 2017

ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામ નક્કી કરવા ભાજપની બેઠક

આજે સાંજે યોજાશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ

   નવી દિલ્હી તા.૧૭ : ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારના નામ પર ફેંસલો કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજે એક બેઠક યોજાશે. આ મામલે ભાજપના નેતૃત્વવાળા એનડીએના ઘટક પક્ષોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સહિતના ૧૮ વિપક્ષોએ ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ગાંધીજીના પૌત્ર છે. વેકૈયા નાયડુ, આનંદીબેન પટેલ અને હુકમદેવના નામ ચર્ચામાં છે.

   સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના જે ઉમેદવારોની ચર્ચા છે તેમાં કેન્દ્રીય મંત્રી વેકૈયા નાયડુ, ગુજરાત પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, બિહારના સાંસદ હુકમદેવ નારાયણસિંહ વર્તમાન ઉપરાષ્ટ્રપતિની મુદત ૧૦ ઓગષ્ટના રોજ પુરી થાય છે.

   ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણી પમી ઓગષ્ટના રોજ યોજાશે. એ જ દિવસે મતોની ગણતરી પણ થશે. ગઇકાલે સવારે પણ ભાજપ સંસદીય બોર્ડની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ઉપરાષ્ટ્રપતિના નામ અંગે પણ ચર્ચા-વિચારણા થઇ હતી.

 (10:14 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો