Mukhy Samachar

News of Monday, 17th July, 2017

નોન પર્ફોમન્સ..૨૪પ ઇન્કમટેક્ષ કમિશ્નરોની બદલી

ર કે તેથી વધુ વર્ષ સુધી એક જ પદ ઉપર રહેનાર ઉચ્ચ અધિકારીઓની ફેંકાફેકી

નોન પર્ફોમન્સ..૨૪પ ઇન્કમટેક્ષ કમિશ્નરોની બદલી

   નવી દિલ્હી તા.૧૭ : સીબીડીટીએ એક મહત્વનું પગલુ લઇ દેશભરમાં ર૪પ ઇન્કમટેક્ષ કમિશ્નરોની ટ્રાન્સફર કરી છે. બે વર્ષ કે તેથી વધુ સમય સુધી એક જ જગ્યાએ રહેનાર કમિશ્નરોની પણ બદલી કરવામાં આવી છે. મહત્વના પદો ઉપર ટ્રાન્સફર કરવામાં આ કમિશ્નરોના પર્ફોમન્સને ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે.

   ૧રમી જુલાઇના રોજ પોતાના ઉચ્ચ અધિકારીઓ જોગ એક નિર્દેશમાં સીબીડીટીએ આઇટી વિભાગના પ્રાદેશિક હેડને એક પ્રાદેશિક રણનીતિ વિકસિત કરવા કહ્યુ જે થકી વધુને વધુ લોકો ટેકસ રિટર્ન ભરવા આવે. ગયા વર્ષે આયકરની જાળમાં ૯૧ લાખ લોકોને જોડવામાં આવ્યા હતા.

   સીબીડીટીએ કરચોરોની ઓળખ માટે એક ટુલ તૈયાર કર્યુ છે જે કાળુ નાણુ અને કરચોરી કરવાવાળા અંગે માહિતી એકઠી કરશે. સીબીડીટીએ કહ્યુ છે કે, કેન્દ્રીય સ્તરેથી પ્રસ્તાવિત આંકડાઓ ઉપરાંત સ્થાનિક ઇન્જેટલીજન્સ માર્કેટ, વ્યાપારી એકમો અને વ્યવસાયિકોની માહિતીનો ઉપયોગ ટેકસ જમા ન કરવાવાળા લોકોની ઓળખ માટે થઇ શકે છે.

 (10:14 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો