Mukhy Samachar

News of Monday, 17th July, 2017

રેલવેના સૌથી વધુ અનિર્ણિત કોર્ટ કેસ

સરકારી ખાતાઓમાં મોખરેઃ ૬૬,૦૦૦ પેન્ડિંગ કેસ

   નવી દિલ્હી તા. ૧૭ :  દેશભરની અદાલતોમાં પડી રહેલા ૬૬,૦૦૦ અનિર્ણિત કેસ સાથે સરકારી ખાતાઓમાં રેલવે ખાતું મોખરે હોવાનું કાયદા ખાતાએ કહ્યું હતું. સેવામાં ખામી, ખાનગી કંપનીઓ સાથેનો વિવાદ, બે સરકારી ખાતા વચ્ચેનો વિવાદ તેમ જ જાહેર ક્ષેત્રની બે કંપની સાથેના વિવાદ સહિતનો આ કેસોમાં સમાવેશ થાય છે.

   લિગલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ એન્ડ બ્રિફિંગ સિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાઓને ટાંકતા દસ્તાવેજો મુજબ ૧૨ જૂને દેસભરની અદાલતોમાં સરકાર તેમ જ તેના અધિકારીઓ વિરુદ્ઘ ૧૩૫૦૬૦ અને કોર્ટના અનાદરના ૩૬૯ કેસ અનિર્ણિત પડેલા હતા.

   દેશભરની અદાલતમાં ૬૫૬૮૫ કેસ સાથે રેલવે ખાતું આ યાદીમાં મોખરે રહ્યું હતું. આમાંથી ૧૦૪૬૪ કેસનો દસ કે તેથી વધુ વર્ષથી અનિર્ણિત પડેલા હોવાનું દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું.

   દેશભરની અદાલતોમાં ૧૫૬૪૬ અનિર્ણિત કેસ સાથે નાણાં ખાતું આ યાદીમાં બીજા ક્રમાંકે પર છે તો ૧૨૬૨૧ અનિર્ણિત કેસ સંદેશવ્યવહાર ખાતું આ યાદીમાં ત્રીજા સ્થાને અને ૧૧૬૦૦ કેસ સાથે ગૃહ ખાતુ ચોથા સ્થાને હોવાનું દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે.(૨૧.૮)

   

 (10:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો