Mukhy Samachar

News of Monday, 17th July, 2017

ગાય મારો તો ૧૪ વર્ષ, માણસ મારો તો માત્ર બે વર્ષની જેલ!

BMW અકસ્માત કેસમાં દિલ્હી કોર્ટના જજની ટકોર

   દિલ્હીના એક જજે લકઝરી કાર નીચે એક મોટરસાયકલ સવારને કચડનાર હરિયાણાના ઉદ્યોગપતિના દીકરાને બે વર્ષની સજા ફટકારી હતી. તેઓ આ કેસમાં વધુ આકરી સજા આપી શકયા ન હતા. પરંતુ તેમણે નોંધ્યું કે હાલના કાયદામાં પશુઓને લગતા ગુનાઓ આચરનાર માટે માનવીય જીવન લેનાર કસૂરવાર ડ્રાઇવરો કરતાં વધુ આકરી સજાની જોગવાઇ છે.

   એડિશનલ જજ સંજીવ કુમારે જણાવ્યું હતું કે 'ગાય મારવા બદલ સજાનું પ્રમાણ પાંચ, સાત કે ૧૪ વર્ષ છે, પરંતુ ખરાબ કે બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે માણસનું મોત નીપજાવનાર માટે બે વર્ષના જ કારાવાસની જોગવાઇ છે.' કોર્ટે ૩૦ વર્ષીય ઉત્સવ ભાસિનને દોષિત ઠેરવીને બે વર્ષની સજા અને મૃતકના પરિવાર માટે રૂ. ૧૦ લાખ અને ઇજાગ્રસ્તને રૂ. બે લાખનો દંડ ચુકવવાનો પણ આદેશ આપ્યો હતો. ૨૦૦૮માં ભાસિને સાઉથ દિલ્હીના એક વિસ્તારમાં તેની બીએમડબ્લ્યુ કાર નીચે અનુજ ચૌહાણ અને તેના મિત્રને કચડી નાંખ્યો હતો. જેમાં ચૌહાણનું મોત થયું હતું.

 (10:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો