Samachar International

News of Monday, 17th July, 2017

જેગ્વારની નવી E-pace કારે પ૦ ફુટનો કૂદકો મારીને ગિનેસ રકોર્ડ બનાવ્યો

જેગ્વારની નવી E-pace કારે પ૦ ફુટનો કૂદકો મારીને ગિનેસ રકોર્ડ બનાવ્યો

   સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી મારવા માટે જેગ્વારે નવી કાર તૈયાર કરી છે E-paceકારને માર્કેટમાં લોન્ચ કરતાં પહેલા એના કરતબો બતાવીને કંપનીએ કારરસિયાઓમાં જબરૃં કુતુહલ જન્માવ્યું છે તાજેતરમાં આ કાર દ્વારા બેરલ રોલ જમ્પ કરીને લગભગ પચાસ ફુટ લાંબો કૂદકો મારવાનો સ્ટન્ટ કરવામાં આવ્યો હતો. આ જમ્પ દરમ્યાન ગાડી ર૭૦ ડિગ્રી ઘુમરી પણ લે છે. છેલ્લા પચીસ મહિનાથી કંપની આ મોડલના આ નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી અને હવે આ સ્ટન્ટ માટે એને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ સ્ટન્ટ ટેરી ગ્રાન્ટ નામના ફિલ્મ સ્ટન્ટ-ડ્રાઇવરે કર્યો હતો. હજી આ કાર વૈશ્વિક માર્કેટમાં  લોન્ચ થઇ નથી, પણ એની પૂર્વતૈયારીઓ થઇ ચૂકી છે. આ વર્ષના અંત સુધીમાં આ કાર ભારતમાં લોન્ચ થશે અને એ વખતે એની કિંમત કરોડના આંકડાથી શરૂ થશે.

 (11:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS