Samachar International

News of Monday, 17th July, 2017

ચોમાસામાં શાક સમારતાં પહેલાં ચપ્પુ અનો છીણી બરાબર ધુઓ છો કે નહીં?

ચોમાસામાં શાક સમારતાં પહેલાં ચપ્પુ અનો છીણી બરાબર ધુઓ છો કે નહીં?

   નવી દિલ્હી તા. ૧૭: વરસાદની સીઝનમાં શાકભાજી ખાતી વખતે ધ્યાન રાખવું જોઇએ અને બરાબર સાફ કરેલાં શાકભાજી જ વપારવાં જોઇએ એવી ટિપ્સ અપાય છે. જોકે એને સમારવા કે છીણવા માટેનાં સાધનો ચોખ્ખાં છે જે નહીં એ જોવાનું ચુકાઇ જાય છે. જો રોજ શાકભાજી સમારીને છીણી અને ચપ્પુને પાણીથી બરાબર સાફ કરવાની આદત ન હોય તો એનાથી તકલીફ વધે છે. ખાસ કરીને છીણીનાં કાણાંમાં ફૂડ-પાર્ટિકલ્સ ભરાઇ રહ્યા હોય છે. અમુક કલાકોથી વધુ સમય એમાં કણો ભરાઇ રહે એટલે બેકટેરિયાનો ગ્રોથ ખૂબ જ વધી જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જયોર્જિયાના રિસર્ચરોનું કહેવું છે કે કિચનમાં અસ્વચ્છ વાસણો દ્વારા બેકટેરિયાનો ચેપ ફેલાવાની શકયતા સૌથી વધારે હોય છે અને એમાં છરી અને છીણી મુખ્ય વાસણો છે. આ બે ચીજોની સફાઇ બાબતે મોટા ભાગનાં ઘરોમાં બેકાળજી વર્તાતી હોય છે. રિસર્ચરોનું કહેવું છે કે ભલે તમે ચપ્પુ ધોઇને મુકેલું હોય, પણ જયારે શાક માટે છીણી કે છરી વાપરવાની થાય ત્યારે પહેલાં એ ચોખ્ખા પાણીથી ધોઇને પછી જ વપરાય એ જરૂરી છે.

 (11:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS