Samachar International

News of Monday, 17th July, 2017

હવે સ્ત્રીઓએ એગ નહીં, ઓવરી ફ્રીઝ કરાવવાનું બહેતર છે

હવે સ્ત્રીઓએ એગ નહીં, ઓવરી ફ્રીઝ કરાવવાનું બહેતર છે

   લંડન તા. ૧૭ : કેન્સરની સારવાર કરાવવાની હોય કે પછી બાળક મેળવવવાની પ્રક્રિયા ડીલે કરવાની ઇચ્છા હોય તો મહિલાઓ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી રાખે છે. જો કે તાજેતરમાં અમેરિકામાં ઓવરીના ટિશ્યુઝને જ કાઢીને ફ્રીઝ કરવાનો નવો વિકલ્પ ડેવલપ થયો છે.સામાન્ય રીતે જો એગ ફ્રીઝ કરવાનાં હોય તો મહિલાને દવાઓ આપીને પહેલા ઇંડા પેદા કરવામાં આવે છે અને પછી તૈયાર એગ્સ બહાર કાઢી લેવાય છે. લાંબો સમય આ પડી રહેલા એગ્સની કવોલિટી નબળી પડી શકે છે. ઓવરીના ટિશ્યુઝ ફ્રીઝ કરાવ્યા હોય તો દર દસમાંથી ચાર મહિલાને બાળક મેળવવામાં મદદ થાય છે. અમેરિકાના ન્યુ યોર્કમાંં ઇનોવેશન ફર્ટિલિટી પ્રિઝર્વેશન સેન્ટરે ૧૯૯૯થી ર૦૧૬ દરમ્યાન ૩૦૯ મહિલાઓના ઓવરીના ટિશ્યુઝ ફ્રીઝ કરી રાખ્યા હતા એમાંથી ૮૪ બાળકો જન્મ્યાં હતા. ઓવરીના ટિશ્યુઝ ફ્રીઝ કરવામાં આવ્યા હોય તો ફરીથી એ મહિલાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છેઅને એનાથી મેનોપોઝ આવી ગયા પછી પણ માસિકચક્રઃ શકાય છે. છેલ્લા બે દાયકાથી ઓવરી ફ્રીઝ કરવાની  પધ્ધતિ હજી પ્રયોગત્મક ધોરણેજ ચાલી રહી છે.(૬.૩)

   

 (11:57 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS