Samachar International

News of Monday, 17th July, 2017

ચોરાયેલી સાઇકલ ફેસબુકની મદદથી મહિલાએ ચોર પાસેથી ચોરી લીધી

ચોરાયેલી સાઇકલ ફેસબુકની મદદથી મહિલાએ ચોર પાસેથી ચોરી લીધી

   લંડન તા. ૧૭: ફેસબુક હવે ચોરાયેલી ચીજો પાછી અપાવવામાં પણ મદદરૂપ થઇ શકે છે. લંડનમાં એક મહિલાએ ફેસબુકની મદદથી પોતાની ચોરાઇ ગયેલી સાઇકલને ચોર પાસેથી પાછી મેળવી હતી. વાત કંઇક એમ હતી કે બ્રિસ્ટોલ શહેરમાં રહેતી જેની મોર્ટન નામની મહિલાની સાઇકલ ચોરાઇ ગઇ હતી. તેણે ફેસબુક પર એ સાઇકલની તસવીર પોસ્ટ કરીનતે એક કયાંક દેખાય તો શોધી આપવાની અપીલ કરી હતી. બીજી તરફ ચોરે પણ આ સાઇકલને વેચવા માટેની જાહેરાત કરી હતી. જેનીની એક દોસ્તે ફેસબુક પર વેચવા નીકળેલી સાઇકલોની ખોજ કરી તો એમાં તેને જેનીની સાઇકલ જોવા મળી. બસ પછી તો બન્નેએ મળીને આ સાઇકલ વેચનાર પાસેથી ખરીદવાનો પ્લાન કર્યો. તેમણે પોલીસને પણ પોતાની સાથે આવીને ચોરને પકડવાની વિનંતી કરી, પણ પોલીસે એ ન માન્યું. એમ છતાં બન્નેએ પોતાના પ્લાનને અજમાવવાનું નકકી કરી જ લીધું. તે સાકલ વેચનારા ચોર પાસે ગઇ અને સાઇકલ ચલાવીને જોવી છે એવી માગણી કરી, પેલાએ હા પાડી એટલે જેની ટેસ્ટ-રાઇડ માટે નીકળી અને સાઇકલ લઇને સીધી પોતાના ઘરે પહોંચી ગઇ.

 (11:57 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS