Samachar International

News of Monday, 17th July, 2017

ચેપી રોગોને નાથવા માટે મચ્છરોને નામશેષ કરવાનો વિચાર યોગ્ય નથી

ચેપી રોગોને નાથવા માટે મચ્છરોને નામશેષ કરવાનો વિચાર યોગ્ય નથી

   નવી દિલ્હી તા. ૧૭ : મલેરિયા, ડેન્ગી કે ચિકનગુનીયા જેવા મચ્છરો દ્વારા ફેલાતા ચેપી રોગોને નાથવા માટે મેડિકલ સાયન્સ ખૂબ મહેનત કરી રહ્યું છે. કેટલાક સાયન્ટિસ્ટો મચ્છરો જ પેદા ન થાય એવી ટેકિનક શોધી રહ્યા છે. જોકે અમેરિકાના ઇન્ડિયાના યુનિવર્સિટી અને પુર્ડુ યુનિવર્સિટીના પર્યાવરણશાસ્ત્રીઓનું માનવું છે કે આ પ્રકારે મચ્છર જાતિનો જ ખાતમો બોલાવી દેવાનું ઇકોસિસ્ટમ માટે ઠીક નહીં રહે. મચ્છરોનો ઉપદ્રવ વધુ ન થાય એ ઠીક છે, પણ એ સાવ જ ખતમ થઇ જાય તો એનાથી પર્યાવરણ-ચક્ર પર માઠી અસર થઇ શકે છે. એને બદલે મચ્છરો ચેપના વાહક ન બને એવી શોધ કરવી જોઇએ. પર્યાવરણમાં પંખી અને જીવજંતોના વર્ગમાં મચ્છરોની પણ આગવી જરૂરિયાત છે.(૬.૩)

 (11:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS