Samachar International

News of Monday, 17th July, 2017

સ્કિન - કેન્સરની ચમત્કારિક દવા ટમેટાંમાંથી મળી શકશે

સ્કિન - કેન્સરની ચમત્કારિક દવા ટમેટાંમાંથી મળી શકશે

   લંડન તા. ૧૭: અલ્ટ્રા-વાયલેટ કિરણોના વધુ પડતા સંસર્ગને કારણે ત્વચામાં કેન્સર પેદા થઇ શકે છે એ તો સૌ જાણે છે, પણ આ કિરણોથી પ્રોટેકટ કરવામાં ટમેટાં ખૂબ મદદરૂપ થઇ શકે છે. ટમેટાંને લાલ રંગ આપતાં રંજકદ્રવ્યો અલ્ટ્રાવાયલેટ કિરણોથી ત્વચાના કોષોને પ્રોટેકટ કરી શકે છે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે આ માટે ટમેટાં ત્વચા પર લગાવવા તેમજ ખાવા બન્નેથી ફાયદો થઇ શકે  છે. ત્વચાના કેસરની ગાંઠ ટમેટાંની ડાયટથી ઓગળી પણ શકે છે. ટ્રાયલમ માટે સંશોધકોએ ઉંદરોને રોજ ડાયટમાં ચોકકસ માત્રામાં ટમેટાંનો પાઉડર આપ્યો હતો. લગભગ ૩પ વીક સુધી ઉંદરોને ટમેટાંનો પાઉડર ખૂબ મોટી માત્રામાં ખવડાવ્યા પછી કેન્સરની ગાંઠ પચાસ ટકા જેટલી ઓગળી ગયેલી જોવા મળી હતી. ટમેટાંમાં રહેલાં કેરોટેનોઇડ્સ કેમિકલ્સ કેન્સરની ગાંઠને ઘટાડવા માટે જવાબદાર હોવાનું મનાય છે. યાદ રહે, ટમેટાં કોઇપણ કેન્સરની ગાંઠ પર અસરકારક નથી રહેતાં. માત્ર અલ્ટ્રાવાયલેટ કિરણોને કારણે થયેલા સ્કિન-કેન્સરના દરદીઓને જ ટમેટાંથી કાયદો થઇ શકે છે. બીજા એક અભ્યાસમાં ટમેટાંમાં રહેલા લાઇકોપેન રંજનકદ્રવ્યને કારણે જઠરના કેન્સરનો ફેલાવો થતો પણ અટકે છે એવું સાબિત થયું છે.

 (11:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS