Samachar International

News of Monday, 17th July, 2017

ખુશ રહેવા માટે થોડીક ઉદારતા કેળવવાની જરૂર છે

ખુશ રહેવા માટે થોડીક ઉદારતા કેળવવાની જરૂર છે

      નવી દિલ્હી તા. ૧૭: આ સલાહ સાધુ-સંતોની નહીં, સાયન્ટિસ્ટોની છે. સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ ઝયુરિકના રિસર્ચરોનું કહેવું છે કે જયારે આપણે ઉદાર બનીએ છીએ ત્યારે મગજના ચોક્કસ ભાગમાં સ્પંદનો વધી જાય છે અને આપણને પ્લેઝન્ટ ફીલિંગ અનુભવાય છે. આપણાં શાસ્ત્રોમાં પણ દાનનો મહિલા ગવાય છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે માત્ર આર્થિક યોગદાન જ નહીં, કોઇપણ પ્રકારની મદદ માટે હાથ લાંબો કરવો એ વ્યકિતના મગજની કેમકિલ-પ્રોસેસ બદલી નાખતી ઘટના છે. બિહેરિયરલ ઇકોનોમિસ્ટ્સનું કહેવું છે કે બીજાને મદદ કરવાથી આપનારના મગજમાં આવતા રાસાયણિક બદલાવો તેના ચહેરાની ચમકરૂપે પણ જોઇ શકાય છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે ઉદાર બનવા માટે હંમેશાં વ્યકિતએ બધું સમર્પિત કરતા રહેવાની જરૂર નથી. માત્ર તમારી પાસે જે છે એ બીજા સાથે વહેંચવાની ઉદારતા કાફી છે.

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS