Samachar International

News of Monday, 17th July, 2017

૧૪,૦૦૦ ફુટની ઉંચાઇએ પિયાનો વગાડીને મહિલાએ કર્યો સૌથી ઉંચી કોન્સર્ટનો દાવો

૧૪,૦૦૦ ફુટની ઉંચાઇએ પિયાનો વગાડીને મહિલાએ કર્યો સૌથી ઉંચી કોન્સર્ટનો દાવો

   ન્યુયોક તા. ૧૭ : કંઇક અનોખું કરવાનું ઝનુન માથે ચડી જાય  ત્યારે લોકો કંઇ પણ કરી શકે છે. આલ્પ્સની પર્વતમાળામાં માઉન્ટ રોસ ઉપર ૧૪,૦૦૦ ફુટની ઉંચાઇએ ઇટલીની એલિસા ટોમેલિની નામની મ્યુઝિશ્યને મ્યુઝિકલ કોન્સર્ટ કરવાનું તેનું ખ્વાબ પુરૃં કર્યું સ્વાભાવિક રીતે આટલી ઉંચાઇએ માઇનસ ૧પ ડિગ્રી ઠંડીમાં તેનું સંગીત સાંભળવાવાળા ઇન-મિન અને તીન લોકો જ હતા. જો કે આ ખ્વાબ પુરૃં કરવા માટે તેણે જે જહેમત ઉઠાવેલી એ કાબિલેદાદ હતી. માઉન્ટેનિયરિંગની શોખીન આ મ્યુઝિશ્યને હેલિકોપ્ટરથી પર્વતની ટોચ પર પિયાનો મંગાવેલો. ચોતરફ બરછાદિત પર્વતોની વચ્ચે હાડ ઓગાળી દે એવી ઠંડીમાં તેણે પિયાનો વગાડીને કોન્સર્ટ કરી. હવે તેનો દાવો છે કે આ કોન્સર્ટને વિશ્વની સૌથી ઉંચી કોન્સર્ટનો ખિતાબ મળવો જોઇએ. એલિસા આ સ્ટન્ટના પ્રચરમાંથી મળેલી રકમને નેપાળના બાળકો માટે દાનમાં આપી દેવાની છે.

 (11:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS