Samachar International

News of Monday, 17th July, 2017

ચોરે સાડાપાંચ વર્ષ પછી થેન્કસ નોટ સાથે ચોરેલા પૈસા પાછા મોકલાવ્યા

ચોરે સાડાપાંચ વર્ષ પછી થેન્કસ નોટ સાથે ચોરેલા પૈસા પાછા મોકલાવ્યા

      ન્યુ યુર્ક  તા. ૧૭ : અમેરીકાના ઓલેન્ડોમાં રહેતા એમી ક્રિસ્ટન નામના બહેન સાડાપાંચ વર્ષ પહેલા કોઇક કાયદાકીય કાગળિયા બનાવડાવવા માટે ડોકયુમેન્ટ્સ લઇને નીકળ્યા હતા અનેઘરે આવીને જોયું તો કાગળિયા સાચવવામાં તેમનું વોલેટ કયાંક પડી ગયું. ફરીથી એ જગ્યાએ જઇને તેમણે ઘણી શોધખોળ કરી, પણ વોેલેટ ન મળ્યું. પોલીસ-કમ્પ્લેઇન્ટ પણ કરી, પણ પાકિટ અને પૈસા ન જ મળ્યા છેક હવે આ બહેનને ખબર પડી કે એ વખતે પાકિટ તેમનાથી પડી નહોતું ગયું. પણ ચોરાઇ ગયેલું. આ ચોરીના કબુલાત એ ચોરે ખુદજ કરી હતી. ચોરે એક ચિઠ્ઠી લખીને કબુલાત અને ચોરેલા પૈસા પાછા મોકલાવ્યા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, 'સાડાપાંચ વર્ષ પહેલા મેં તમારી સાથે બહુ ખોટું કરેલું.મેં તમારા પર્સમાંથી વોલેટ ચોરેલું હું ડ્રગ-એડિકટ હતો અને ડ્રગ્સ ખરીદવાના પૈસા મેળવવા કંઇ પણ કરી નાખવા તૈયાર હતો. હું તમને જાણતો નથી. તમારા પર્સમાંથી મેં વોલેટ ચોરેલું એમાંથી પૈસા અને શોપિંગ કાર્ડ લઇને વોેલેટ નજીકના સ્ટોરની કચરાપેટીમાં નાખી દીધેલું આ ઘટનાના થોડાક વખત પછી ડ્રગ છોડવા હું રીહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થયો. હવે નશામુકત છું થોડાક દિવસ પહેલા મારા હાથમાં તમારૃં પેલુ શોપિંગ કાર્ડ આવ્યું અને એના પર લખેલા નામ પરથી મારી ચોરી યાદ આવી અને આ કાર્ડના આધારે જ ચોરેલા પૈસા પાછા આપું છું.'

      એમીએ આ આખો પત્ર પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુકયો છે અને લખ્યું છેકે આવા કિસ્સા બને ત્યારે લાગે છે કે માનવતા મરી પરવારી નથી.

 (11:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS