Samachar Gujarat

News of Monday, 17th July, 2017

શહેરમાં વરસાદી ઝાપટાઓ જારી : ત્રણ સ્થળે ભૂવા પડયા

અમદાવાદમાં સરેરાશ વરસાદ ૩.૭૧ મીમી થયો : જજીસ બંગલો, આશ્રમરોડમાં ભયજનક મકાનનો ભાગ ઉતારાયો : શહેરમાં મોસમનો કુલ વરસાદ ૧૦.૦૨ ઈંચ

   અમદાવાદ, તા.૧૭ :અમદાવાદ શહેરમાં ગત ૨૫ જુનથી શરૃ થયેલા વરસાદે આજે વિરામ લેતા દિવસના સમયે સૂર્યપ્રકાશના પણ ઘણાં લાંબા સમય બાદ શહેરીજનોએ દર્શન કર્યા હતતા.શહેરમાં આજે સરેરાશ ૩.૭૧ મીલીમીટર વરસાદ થવા પામતા શહેરમાં આ મોસમનો સરેરાશ વરસાદ ૧૦.૦૨ ઈંચ ઉપર પહોંચવા પામ્યો છે.શહેરના પશ્ચિમઝોન અને નવા પશ્ચિમઝોનમાં આવેલા મકાનોના ભયજનક મકાનોના ભાગ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.જ્યારે ત્રણ સ્થળોએ ભૂવા પડવાની ઘટના બનવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,શહેરમાં અષાઢીબીજને ૨૫ જુનથી વરસાદની શરૃઆત થવા પામી હતી.આ દરમિયાન ૩ જી જુલાઈના રોજ બપોરે બે કલાકના ગાળામાં ૩.૫ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.આ ઉપરાંત ૧૫ જુલાઈના રોજ શહેરમાં બે ઈંચ વરસાદ થવા પામ્યો હતો.આ સિવાય શહેરમાં નિયમિત અંતરે હળવા વરસાદી ઝાપટા પડતા હતા.શહેરમાં વીસ દિવસ બાદ આજે પહેલી વખત દિવસના સમયમાં સૂર્યપ્રકાશ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.મ્યુનિસિપલ કંટ્રોલરૃમ સૂત્રોના કહેવા અનુસાર,શહેરમાં આજે સરેરાશ ૩.૭૧ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.આ સાથે જ શહેરમાં મોસમનો સરેરાશ કુલ વરસાદ ૨૫૦.૮૫ મીલીમીટર(૧૦.૦૨ ઈંચ) થવા પામ્યો છે.શહેરમાં મધ્ય,પશ્ચિમ અને દક્ષિણઝોનમાં એક-એક એમ કુલ મળીને ત્રણ વૃક્ષો ધરાશયી બનવા પામતા તંત્ર દ્વારા તેને દુર કરવામાં આવ્યા છે.મધ્યઝોનમાં દરીયાપુર દરવાજા બહાર ભીલવાસ ખાતે અને શાહીબાગ ડફનાળા વિસ્તારમાં વૃક્ષ ધરાશયી બનવા પામ્યા હતા.આ ઉપરાંત શહેરમાં નવા પશ્ચિમઝોનમાં જીવરાજપાર્ક વિસ્તારમાં, દક્ષિણઝોનમાં પુષ્પકુંજ વિસ્તારમાં તેમજ ઉત્તરઝોનમાં ગેલેકસી સિનેમા પાસે ભૂવા પડવાની ઘટના બનવા પામતા તેને પ્રોટેકશન આપવામાં આવ્યુ છે.

   આ સાથે જ શહેરના નવા પશ્ચિમઝોનમાં જજીસ બંગલા પાસે આવેલા મકાનનો ભયજનક ભાગ તેમજ આશ્રમરોડ વિસ્તારમાં ચીનુભાઈ સેન્ટર પાસે આવેલા ભયજનક મકાનનો ભાગ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યો છે.વાસણા બેરેજ ખાતે નદીમાં પાણીની સપાટી ૧૩૧.૭૫ ફુટ નોંધાવા પામી છે.નદીમાં પાણીની આવક ૧૦૦૮ કયુસેક અને કેનાલમાં જાવક ૭૨૫ કયુસેક નોંધાવા પામી છે.બેરેજના તમામ દરવાજા બંધ છે.

   ઝોનવાઇઝ વરસાદ.....

   અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોનમાં મોસમનો કુલ વરસાદ નીચે મુજબ નોંધાયો છે.

   ઝોન............................. મોસમનો વરસાદ (મીમીમાં)

   પૂર્વ.......................................................... ૨૪૨.૩૬

   પશ્ચિમ...................................................... ૨૬૯.૫૬

   ન.પશ્ચિમ ................................................. ૨૦૮.૬૯

   મધ્ય........................................................ ૨૭૩.૭૫

   ઉત્તર........................................................ ૨૯૦.૩૫

   દક્ષિણ...................................................... ૨૪૧.૦૦

   સરેરાશ.................................................... ૨૫૪.૫૬

 (08:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS