Samachar Gujarat

News of Monday, 17th July, 2017

ભાજપના પાટીદાર ધારાસભ્ય નલિન કોટડીયાનું ક્રોસ વોટિંગ

ભાજપે વ્હીપ આપ્યો ન્હોતોઃ હું એનડીએ ઉમેદવારને મત શા માટે આપું?

ભાજપના પાટીદાર ધારાસભ્ય નલિન કોટડીયાનું ક્રોસ વોટિંગ

   અમદાવાદ તા. ૧૭ : ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે, ત્યારે નરેન્દ્ર મોદીના 'હોમ સ્ટેટ' ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા પાટીદાર ધારાસભ્ય નલિન કોટડિયાએ NDAના ઉમેદવારની વિરુદ્ઘ મતદાન કરતાં ગુજરાત ભાજપમાં ભારે હલચલ મચી ગઇ છે. ગુજરાતમાં પાટીદારો સાથે ભાજપે અન્ય કર્યો હોવાનો મુદ્દા સાથે નલિન કોટડિયાએ જાહેરમાં ભાજપ વિરુદ્ઘ મતદાન કર્યું હોવાનો એકરાર કર્યો હતો. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કર્યો હતો કે, નલિન કોટડિયાને ભાજપે કોઇ વ્હીપ આપ્યો નથી. તેઓ જીપીપીમાંથી ચૂંટાયેલા છે.  આ અંગે નલિન કોડટિયાનો સીધો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું જીપીપીમાંથી ચૂંટાયો હતો, પરંતુ ૨૦૧૪માં પાર્ટી ભાજપમાં મર્જ થઇ ગઇ હતી એટલે હું ભાજપનો ધારાસભ્ય ગણાવું અને ભાજપ સાથે જ વિધાનસભામાં બેસું છું. જોકે, રાષ્ટ્રીયપતિનો ચૂંટણી માટે મને ભાજપ તરફથી કોઇ વ્હીપ આપવામાં આવ્યો નહોતો અને આપવામાં આવ્યો હોત તો પણ હું NDAના ઉમેદવારને મત નહોતો આપવાનો.  નલિન કોટડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને ભાજપ તરફથી કોઇ સૂચના આપવામાં આવી નહોતી અને કોઇ મિટીંગમાં બોલાવવામાં આવ્યો ન હતો. પાટીદાર સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે અને આંદોલન દરમિયાન જે ૧૪ પાટીદારોની હત્યા થઇ છે, તે જોતાં હું ભાજપને મત આપી શકું તેમ જ નહોતો. જો ભાજપે મને વ્હીપ આપીને સૂચના આપી હોત તો પણ ભાજપના ઉમેદવારની વિરુદ્ઘમાં મતદાન કરવાનો હતો.

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS