Samachar Gujarat

News of Monday, 17th July, 2017

સરકારી બાંધકામો ઠપ્પ : કોન્ટ્રાકટરો દ્વારા અચોકકસ મુદતની હડતાલ

જીએસટી સહીતના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતા ગુજરાત કોન્ટ્રાકટર્સ એસો. દ્વારા કામ બંધનો નિર્ણય : વિવિધ સંગઠનોનો ટેકો

સરકારી બાંધકામો ઠપ્પ : કોન્ટ્રાકટરો દ્વારા અચોકકસ મુદતની હડતાલ

    અમદાવાદ તા. ૧૭ :   ગુજરાત કોન્ટા્રકટર્સ એસોસીએશન દ્વારા સમગ્ર રાજયમાં ચાલતા તમામ સરકારી કામો અચોકકસ મુદત માટે ઠપ્પ કરી દેવાયા છે.

   એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યુ છે કે અગાઉ ૩૦ જુનના અમદાવાદ ખાતે મળેલ એસો.ના મહાસંમેલનમાં નકકી થયા મુજબ ૧ જુલાઇ૧૭ થી સમગ્ર દેશમાં લાગુ થયેલા અસહ્ય ભાવ વધારો અને અમારા સરકાર સાથેના વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરવા અંગે કારોબારી સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાજય કક્ષાના ખાણ અને ખનીજ મંત્રી રોહીતભાઇ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી વસાવા, જીએસટીના ગુજરાત રાજયના કમિશ્નર ડો. પી. ડી. વાઘેલાને મળ્યુ ત્યારે સરકાર તરફથી હકારાત્મક વલણની ખાત્રી ઉચ્ચારવામાં આવી હતી. પરંતુ આજ સુધી યોગ્ય નિરાકરણ નહીં આવતા તા. ૧૫ ની મધ્યરાત્રીથી સમગ્ર રાજયમાં ચાલતા સરકારી બાંધકામો બંધ કરી દેવામાં આવ્યા છે.

   સરકારી કોન્ટ્રાકટરોની અચોકકસ મુદતની હડતાલમાં પ હજારથી વધારે કોન્ટ્રાકટર્સ જોડાયા છે. જેની સીધી અસરરૂપે ૧,૦૦,૦૦૦ થી વધુ લેબર બેરોજગાર થશે અને આશરે ૫૦,૦૦૦ કરોડના રાજયના કામો ઠપ્પ થતા માઠી અસર પહોંચશે.

   આ હડતાલને ગુજરાત રેલ્વે કોન્ટ્રાકટર્સ એસો. અમદાવાદ, મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રાકટર્સ એસો., ઓલ રાજસ્થાન કોન્ટ્રાકટર્સ એસો., પંજાબ કોન્ટ્રાકટર્સ એશો. દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવેલ હોવાનું અરવિંદભાઇ પટેલે યાદીના અંતમાં જણાવેલ છે.

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS