Samachar Gujarat

News of Monday, 17th July, 2017

ગુજકોમાસોલના નવા સુકાની દિલીપ સંઘાણી

વાર્ષિક ૧૮૦૦ કરોડ રૂપિયાનું ટર્ન ઓવરઃ સૌરાષ્ટ્રના ભાગે પ્રથમ વખત ચેરમેન પદ : ચેરમેન બનવાની વિઠ્ઠલભાઈની ઈચ્છા અધુરી રહીઃ વાઈસ ચેરમેન પદે ગોવિંદભાઈ પરમાર

ગુજકોમાસોલના નવા સુકાની દિલીપ સંઘાણી

   રાજકોટ તા.૧૭ :. 'ગુજકોમાસોલ' તરીકે ઓળખાતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદના સુકાનીઓની આજે બપોરે ચૂંટણી યોજાયેલ છે. જેના ચેરમેન તરીકે સહકારી બેંકોના રાષ્ટ્રીય ફેડરેશનના અધ્યક્ષ અને ગુજરાતના પુર્વ સહકાર મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી અને વાઈસ ચેરમેન પદે તાલાળાના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

   ગઇકાલે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે સુકાનીઓના નામ નક્કી કરવા બેઠક મળેલ. જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી, પુર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને પ્રદેશ મહામંત્રી સેન્સ લીધેલ. મુખ્યત્વે શ્રી સંઘાણી અને વિઠ્ઠલભાઇ રાદડિયાનું નામ ઉછળેલ. બહુમતી સભ્યોની લાગણી મુજબ શ્રી સંઘાણીનું નામ પસંદ થયુ છે.

   ગુજકોમાસોલ માર્કેટયાર્ડ જેવી સહકારી સંસ્થાઓ પાસેથી ખાતર, બિયારણ વગેરે ખરીદ કરીને ખેડૂતોને વિતરણ કરે છે. જેનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૮૦૦ કરોડ જેટલુ હોવાનો અંદાજ છે. અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે સંસ્થાની વડી કચેરી આવેલી છે. છેલ્લે ચેરમેન નટુભાઇ પીતાંબરભાઇ પટેલ પદભ્રષ્ટ થયા બાદ હાલ વહીવટદાર શાસન છે એક સમયે અમરેલીના અગ્રણી મનુભાઇ કોટડિયા આ સંસ્થામાં વાઇસ ચેરમેન હતા. સૌરાષ્ટ્રના ભાગે ગુજકોમાસોલનું ચેરમેનપદ અને વાઈસ ચેરમેન પદ કદાચ પ્રથમ વખત આવ્યુ છે.

 (04:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS