Samachar Gujarat

News of Monday, 17th July, 2017

પોલીસ તંત્રને 'પેરેલીસીસ' થઇ જવા જેવી હાલત

બદલીની અનિશ્ચિતાએ એસપીઓ પોલીસી લેવલના નિર્ણયો લેવાનું ટાળી રહયા છે : ચુંટણીઓ બીલકુલ નજીક હશે ત્યારે આઇપીએસ કક્ષાએ બદલીઓ આવશે તો હાલત એવી થશે કે રેન્જ વડાઓ કે જીલ્લા વડાઓને જે તે રેન્જ કે જીલ્લાઓની ખાસીયત જાણવાનો સમય જ નહિ રહે તેવી ચિંતા કોરી ખાય છેઃ અધિકારીઓ માનસીક રીતે પણ હતાશાની ગર્તામાં ધકેલાયા છે

   રાજકોટ, તા., ૧૭: રાજય સરકારની છબીનું જે તંત્રમાં સીધુ પ્રતિબીંબ પડે છે તેવા પોલીસ તંત્રના જુનીયર અને સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓ માનસીક રીતે ભારે હતાશ થયા છે અને તેમની હતાશાનું પરીણામ સીધુ તેમની કામગીરી પર થયું છે. આ હતાશાનું કારણ એ છે કે, મોટાભાગના જીલ્લા પોલીસ વડાઓ કે જેમને જે તે જીલ્લામાં બે વર્ષથી વધુ સમય થયો છે. તેઓની બદલી નિશ્ચિત છે અને તે કયારે થશે? તે સમયનો સવાલ છે. આવી માનસીકતાને કારણે જે તે જીલ્લાના મોટાભાગના જીલ્લા પોલીસ વડાઅ રૂટીન કામગીરી સિવાય પોલીસી લેવલના નિર્ણયો લેવાનું ટાળી રહયા છે. આ માટે કોઇ જવાબદાર હોય તો એ ગાંધીનગર જ છે. માજી વડાપ્રધાન મનમોહનસિંઘને જે રાજકારણીઓ મોની બાબા કહી ટીકા કરતા તે જ રાજકારણીઓ હવે આ મામલે મોની બાબા જેવા બની ગયા છે. જીલ્લા પોલીસ વડાઓની માફક ચોક્કસ રેન્જોના વડાઓનો સમય ઓવર થઇ ગયો છે. તો ઘણા રેન્જ વડાઓ પોતાની રેન્જ સંભાળવામાં સદંતર નિષ્ફળ નિવડયા હોવાથી તેઓની બદલી પણ નિશ્ચિત છે.  આમ છતા આવી બદલીઓ કયારે થશે? તે તો એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) ને પણ ખબર ન હોય તો રાજયના ઇન્ચાર્જ પોલીસવડાને કયાંથી ખબર હોય? આ વાકયનું ગુઢાર્થ જાણકારો સારી રીતે સમજે છે.

   આવી બધી પરિસ્થિતિને કારણે સમગ્ર પોલીસ તંત્રને જાણે પેરેલીસીસ થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાણી છે.  વિધાનસભાની ચુંટણી આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે આવી બદલીઓ મોડી થાય તો જે તે જીલ્લાના વડાઓ કે જે તે રેન્જના વડાઓને પોતાની રેન્જની ઇતિહાસ-ભુગોળ કે આંતરીક પરિસ્થિતિ કે સ્ટાફની માનસીકતા સમજવામાં ખુબ જ મુશ્કેલી પડે અને ચુંટણી બંદોબસ્તમાં આની સીધી અસર પડે તે સ્વાભાવિક છે. આમ પોલીસ તંત્રની આવી હાલત સત્વરે દુર કરવા માટે અને આઇપીએસ અફસરોની બદલીઓ માટે જો અમિતભાઇની મંજુરી લેવાની હોય તો હવે અમિતભાઇને અગાઉ તૈયાર થયેલ બદલી લીસ્ટ દિલ્હી મોકલી તેમાં ગૃહમંત્રીને તેઓ જે ફેરફાર સુચવે તેવા ફેરફાર પણ સત્વરે થાય તે જરૂરી હોવાનો આઇપીએસ વર્તુળોનો ખાનગીમાં મત છે.

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS