Samachar Gujarat

News of Monday, 17th July, 2017

આઇપીએસ ઉષા રાડાના હનીમુન તસ્વીરના મામલાની તાકીદે તપાસ કરવા ડીજીપી ગીથા જૌહરી દ્વારા આદેશ

આઇપીએસ ઉષા રાડાના હનીમુન તસ્વીરના મામલાની તાકીદે તપાસ કરવા ડીજીપી ગીથા જૌહરી દ્વારા આદેશ

   રાજકોટઃ મૂળ સૌરાષ્ટ્રના જામજોધપુર પંથકના મહિલા આઇપીએસ કે જેઓ હાલ અમદાવાદ ઝોન-ર માં ડીસીપી તરીકે ફરજ બજાવે છે. તેઓના હનીમુનની કેટલીક તસ્વીરો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ ચગેલા વિવાદમાં અંતે ઇન્ચાર્જ ડીજીપીએ આ મામલાની તપાસ કરાવવા અમદાવાદ પોલીસ કમિશ્નરને સુચવ્યું  હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળે છે.

   આઇપીએસ ઉષાા રાડાના લગ્ન લંડનના હિથ્રો એરપોર્ટ પર ફરજ બજાવતા નરેશ દેસાઇ સાથે સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા થયા હતા. ઉકત દંપતીના હનીમુનની કેટલીક અંગત પળોની તસ્વીરો સોશ્યલ મીડીયા પર વાયરલ થતા અમદાવાદના એડવોકેટ શ્રી શુકલ દ્વારા ડીજીપીને પત્ર લખી પોલીસ સર્વિસ રૂલ્સનો ભંગ થતો હોવાની ફરીયાદ કરી હતી. બીજી તરફ ઉષા રાડાના પતિએ પણ પોતાના અંગત જીવનની તસ્વીરો કોઇએ હેક કરી વાયરલ કરી હોવાનું જણાવવા સાથે તપાસની માંગણી કરી હતી.

   આ મામલામાં માલધારી સમાજ દ્વારા પણ મુખ્યમંત્રી વિગેરે સમક્ષ તપાસની માંગણી થતા મુખ્યમંત્રીએ પણ આ બાબતે તપાસ કરાવવા ડીજીપીને સુચવ્યાનું ચર્ચાઇ રહયું છે.

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS