Samachar Gujarat

News of Monday, 17th July, 2017

ગુજરાતમાં બપોરે ર વાગ્યા સુધીમાં ૧૮૧ ધારાસભ્યોનું મતદાનઃ ગેહલોતનો મત ગુજરાતમાં

ધારાસભ્ય તરીકે પ્રથમ વખત મતદાન કરતા વિજય રૂપાણી

ગુજરાતમાં બપોરે ર વાગ્યા સુધીમાં ૧૮૧ ધારાસભ્યોનું મતદાનઃ ગેહલોતનો મત ગુજરાતમાં

   ગાંધીનગર : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારે સ્વર્ણિમ સંકુલ ર ખાતે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. મતદાનનો સમય સવારે ૧૦ થી પ વાગ્યા સુધીનો છે. ૧૮ર ધારાસભ્યોના મતદાન માટે અહીં વ્યવસ્થા ગોઠવાયેલ છે. સાંસદો દિલ્હીમાં મતદાન કરનાર છે. સવારે પ્રારંભે મોટાભાગે ભાજપના ધારાસભ્યો મતદાન કરતા જોવા મળેલ. પ્રથમ ૧ કલાકમાં પ૦ થી વધુ ધારાસભ્યોએ મતદાન કરી દીધેલ. ગુજરાતમાં સૌથી પહેલો મત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પડયો હતો. પ્રથમ અડધી કલકમાં આનંદીબેન પટેલ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, આત્મારામ પરમાર, શંભુભાઇ દેસાઇ, તારાચંદ છેડા, મોતીભાઇ વસાવા, બાબુભાઇ જે. પટેલ, બાવકુભાઇ ઉઘાડ, જયન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા વગેરેએ મતદાન કર્યુ હતું.

   શ્રી વિજય રૂપાણીએ આજે ધારાસભ્ય તરીકે પ્રથમ વખત મતદાન કર્યુ છે. કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોત રાજસ્થાનના છે પણ આજે ગુજરાતના પ્રવાસે હોવાથી તેમણે અહીં મતદાન કરેલ. ગુજરાતના સાંસદોએ દિલ્હીમાં મતદાન કર્યુ છે. સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે વ્હીલચેરમાં આવી મતદાન કરેલ.આ લખાય છે. ત્યારે બપોરે ર વાગ્યા સુધીમાં ૧૮૧ ધારાસભ્યોએ મતદાન કરી નાખ્યુ છે. હવે એકમાત્ર જનતા દળના સભ્ય છોટુભાઇ વસાવાનું મતદાન બાકી રહ્યું છે.

 (03:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS