Samachar Gujarat

News of Monday, 17th July, 2017

રાજ્યમાં વરસાદનો હળવો વિરામઃ ૫૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદઃ મોસમનો કુલ ૩૮.૬૧ ટકા નોંધાયો

ઉમરગામ, કપરાડા, માંડવીમાં ચાર ઇંચ અને મોરવાહડફમાં ત્રણ ઇંચથી વધુ ખાબકયો

   રાજકોટ તા. ૧૭ : રાજયમાં ધીમીધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં હળવો વિરામ લીધો છે. રાજયના ૫૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામ તાલુકામાં ૯૯ મી.મી., કપરાડામાં ૯૮ મી.મી. અને માંડવીમાં ૯૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

   રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૯૩ મી.મી. એટલે કે ત્રણ ઇંચથી વધુ જયારે વલસાડમાં ૬૯ મી.મી., ધરમપુરમાં ૫૦ મી.મી., ખેરગામમાં ૫૧ મી.મી., ગણદેવીમાં ૫૦ મી.મી., બાવળામાં ૬૫ મી.મી., અબડાસામાં ૫૧ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.  આ ઉપરાંત રાજયના મુંદ્રા, શંખેશ્વર, વાવ, કડી, કલોલ, શહેરા, લીમખેડા, કોટડા-સાંદ્યાણી, મોરબી, કલ્યાણપુર, વીસાવદર, રાજુલા, ઉમરાળા, સાગબારા, ચીખલી અને વાપી મળી કુલ ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે અન્ય ૨૮ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૮.૬૧ ટકા જેટલો નોંધાયો છે.

 (03:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS