Samachar Gujarat

News of Monday, 17th July, 2017

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૨૦ હાઇએલર્ટઃ સરદાર સરોવર (નર્મદા ડેમ)ની જળ સપાટી ૧૧૭.૨૬ મીટર

   રાજકોટ તા. ૧૭ : રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૮ કલાકની સ્થિતીએ વ્યાપક વરસાદને કારણે રાજયના ર૦૩ જળાશયો પૈકી ૨૦ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૬ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજયના ર૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧પ૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં પ૫૫૪.૦૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

   ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭.૨૬ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૯૬ ટકા જેટલો ભરાયો છે. રાજયના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તેમાં કચ્છ જિલ્લાના સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર અને મિત્ત્િજામનગર જિલ્લાના રૂપારેલ, સાપડા અને કંકાવટી મોરબી જિલ્લાના મચ્છુ-૧ અને મચ્છુ-ર, ડેમી-૧ અને ઘોડાધ્રોઇ રાજકોટ જિલ્લાના લાલપરી અને ખોડાપીપર સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા, ધોળીધજા, લીંબડી ભોગાવો-૧, મોરશલ, સાબુરી અને ત્રિવેણીથંગા એમ કુલ-૨૦ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

   આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી જામનગર જિલ્લાના પુના અને ઉન્ડ-ર રાજકોટ જિલ્લાના આજી-ર અને ન્યારી-ર, મોરબી જિલ્લાના ડેમી-ર એમ કુલ ૦૬ને એલર્ટ તેમજ અન્ય પાંચ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

 (03:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS