Samachar Gujarat

News of Monday, 17th July, 2017

પારીવારિક ફરજ : અમિત શાહ બે કલાક અમદાવાદ આવ્યા

પારીવારિક ફરજ : અમિત શાહ બે કલાક અમદાવાદ આવ્યા

   અમદાવાદ :  રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદની સાથે ગુજરાત આવનાર ભાજપના રાષ્ટ્રીય પ્રમખ અમિત શાહે છેલ્લી દ્યડીએ કોઈક કારણસર ગુજરાતનો કાર્યક્રમ પડતો મુકયો હતો, પણ આ કાર્યક્રમના ચાર દિવસ પહેલા અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી સીધા એસજી રોડ ઉપર આવેલી હોટલ ગ્રાન્ડ ભગવતીમાં થોડોક સમય રોકાઈ પાછા દિલ્હી જતા રહ્યા હતા. જો કે તેમની આ મુલાકાતની ગુજરાત ભાજપના નેતાઓ અને અધિકારીઓને જાણકારી ના મળે તેની પુરતી વ્યવસ્થા રાખવામાં આવી હતી.  સમય પહેલા અમિતભાઇના પુત્ર જય શાહના દ્યરે દીકરીનો જન્મ થયો, સ્વભાવીક રીતે શાહ પરિવાર માટે આનંદના સમાચાર હતા. બીજી તરફ અમિત શાહના વેવાઈ પણ પોતાની પુત્રીના ધરે પુત્રી થવાનો આનંદ ઉજવવા માગતા હતા અને સ્વભાવીક રીતે આ ઉજવણીમાં અમિત શાહની હાજરી તો અનિવાર્ય જ હોય, પણ અમિત શાહ આવે છે તેની જાણકારી મળે તો ભાજપના નેતાઓ, કાર્યકરો અને અધિકારીઓ અમિત શાહને ચહેરો બતાડવા માટે પણ પડાપડી કરે, તેવા સંજોગોમાં અમિત શાહ પોતાના પરિવારજનો અને કુટુંબીજનોને મળે કઈ રીતે તેવો પણ પ્રશ્ન હતો, અમિત શાહના વેવાઈ દ્વારા પુત્રી જન્મ નિમિતે ગ્રાન્ડ ભગવતી હોટલમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંન્ને પક્ષના  નજીકના ૧૫૦ સંબંધીઓને નિમંત્રણ આપવામાં આવ્યુ હતું. શાહના વેવાઈને તાકીદ કરવામાં આવી હતી કે પાર્ટીમાં કોઈ પણ નેતા અને અધિકારીઓને સામેલ કરવા નહીં, તેમજ હોટલ સ્ટાફને પણ સૂચના આપવામાં આવી હતી.  આ પાર્ટીની જાણકારી ગુપ્ત રાખવામા પાર્ટીમાં લગભગ બે કલાક રોકાઈ પોતાની પૌત્રીને મળી શાહ દિલ્હી પરત ફરી ગયા હતા.તેમ જાણવા મળે છે.

 (02:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS