Samachar Gujarat

News of Monday, 17th July, 2017

ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપાઃ ૧થી ૪ ઈંચ

સીઝનનો ૩૯ ટકા વરસાદ પડયોઃ મધુવન ડેમના ૧૦ દરવાજા ખુલ્લાઃ ઉકાઈ ડેમની જળ સપાટી ૩૦૭ ફૂટ નજીક

   વાપી, તા. ૧૭ :. ચોમાસાની સીઝનમાં પ્રારંભથી જ મેઘરાજા સટાસટીના મૂડમાં હોય તેમ સૌ પ્રથમ પ્રીમોન્સુન વરસાદમા પણ અંધાધુંધી વરસાદ બાદ સીઝનનો પ્રારંભથી જ મેઘરાજા ૨૦ - ૨૦ રમી રહ્યા રહ્યો તેમ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર વરસાવી છે.

   હવામાનમાં આવેલા પલ્ટાને પગલે છેલ્લા ત્રણેક દિવસ મેઘરાજાએ રાજ્યભરમા જલપ્રલય સર્જતા વહીવટી તંત્ર દોડતુ થયુ હતુ તથા પ્રજાજનો ચિંતામાં મુકાયા હતા. જો કે છેલ્લા ૨૪ કલાકથી મેઘરાજા નરમ પડતા પ્રજાજનોના જીવમાં જીવ આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકથી મેઘરાજા શાંત પડયા છતા ૧ થી ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુબન બંધની જળ સપાટી પણ સતત વધીને આજે સવારે ૭ કલાકે ૭૧.૫૫ મીટરે પહોંચી છે. ડેમમાં ૫૩,૪૩૧ કયુસેક પાણીના ઈન્ફલો સામે ૫૩,૫૭૨ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે. ડેમના ૧૦ દરવાજા ૧.૫૦ મીટર ખુલ્લા છે. અહીંથી ભારી માત્રામાં છોડાતા પાણીને પગલે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેને પગલે વહીવટી તંત્ર સતત સતેજ છે.

   દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૦૬.૯૫ ફુટે પહોંચી છે.

   ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ મુખ્યત્વે વરસાદમાં દક્ષિણ ગુજરાત પંથકમાં અહી વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ઉમરગામ ૯૯, કપરાડા ૯૮ મી.મી., વલસાડ ૬૯, ધરમપુર ૫૦, પારડી ૪૮ અને વાપી ૨૮ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં વધઈ ૨૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

   નર્મદા જીલ્લાના તાલુકાઓમાં સાગબારા ૨૪ મી.મી તો તાપી જીલ્લાના તાલુકાઓમાં ડોલવણ ૧૫ મી.મી. તો સુરત જીલ્લાના તાલુકાઓમાં માંગરોલ ૧૭ મી.મી., ઉમરપાડા ૧૨ મી.મી. અને બારડોલી ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે. નવસારી જીલ્લાના તાલુકાઓમાં ખેરગામ ૫૧ મી.મી., ગુણદેવી ૫૦ મી.મી., ચીખલી ૨૯ મી.મી. વાસંદ ૧૭ મી.મી. જલાજપોર ૧૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

   પૂર્વ-મધ્ય વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં બાવલા-૬૫ મીમી, ઘંઘુકા-૨૩ મીમી, દેત્રોજ-૧૭ મીમી અને ઢોલેરા-૧૬ મીમી, તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપડવંજ-મહેમદાવાદ-૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

   આણંદ જીલ્લાના તાલુકાઓમાં સોજીત્રા-૨૨ મીમી તોવડોદરા જીલ્લાના તાલુકાઓમાં વઘોડીયા-૨૨ મીમી, વડોદરા-૧૫ મીમી અને દેસર-૧૨ મીમી તો છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં જેતપુરપાવી-૧૨ મીમી તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં મોરવા હડફ-૮૩ મીમી. શહેર-૩૬ મીમી, જાંબુઘોડા- ૨૪ મીમી અને ગોધરા-ઘોઘંબા-૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

   દાહોદ  જીલ્લાના તાલુકાઓમાં લીમખેડા-૩૧ મીમી, ઘાનપુર-૨૨ મીમી, દાહોદ-૧૬ મીમી, અને દેવદઢ બારીયા-૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

   ઉપરાંત કચ્છ વિસ્તારમાં માંડવી-૯૪ મીમી, અબડાસા- ૫૭ મીમી, મુંદરા-૨૫ મીમી, અને લખપત-૨૧ મીમી વરસાદ નોંધાયો છે.

   ઉત્તર ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં સંખેશ્વર-૪૧ મીમી, અને સામી-૧૮ મીમી તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં વાવ-૪૦ મીમી, ભાભર-૨૦ મીમી અને દીઓદર- થારડ-૧૫-૧૫ મીમી તો મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં કડી-૨૭ મીમી, જોટાણા-૧૯ મીમી, અને બેચરાજી-૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

   સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં પોસીના-૧૪ મીમી તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાકલોક-૩૭ મીમી વરસાદ નોંધાયો છે

 (12:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS