Samachar Gujarat

News of Monday, 17th July, 2017

પ્રોપર્ટી વેચી હોય તો IT રિટર્નમાં હવે ખરીદનારનો પાન નંબર લખવો પડશે

નોટબંધી વખતે જૂની લોનની રકમ રોકડેથી ભરી હશે તો તેની વિગતો પણ આપવી પડશેઃ પાન નંબર પરથી આવકવેરા વિભાગ ખરીદનારના આવકના સ્ત્રોત અંગે તપાસ કરશે

   નવી દિલ્હી તા. ૧૭ : હિસાબી વર્ષ ૨૦૧૬-૧૭ના આઇટી રિટર્નમાં.જો કોઇ કરદાતાએ તેમની પ્રોપર્ટી વેચી હોય તો આ પ્રોપર્ટી  ખરીદનારનો પાન નંબર પણ રિટર્નમાં લખવાની જોગવાઇ કરવામાં આવી છે. પ્રોપર્ટી વેચીને જે નાણાં મળ્યા હોય  તેની માહિતી તો તંત્ર પાસે આવી જાય તે ઉપરાંત હવે  ખરીદનારના પણ નાણાંના સ્ત્રોતની માહિતી તંત્ર પાન નંબર દ્વારા  મેળવશે તેમ જાણવા મળે છે.

   આ ઉપરાંત ગત વર્ષે નોટ બંધીના  સમય એટલે કે ૯મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર ૨૦૧૬ સુધી જો કોઇ  કરદાતાએ તેના બેંક એકાઉન્ટમાં રોકડેથી રૂ.૨ લાખ કે તેથી વધુ  રકમ જમા કરાવી હોય તો તેની પણ માહિતી આપવી પડશે. કુલ  ડિપોઝીટમાં કોઇ પણ એકાઉન્ટમાં રોકડેથી જમા કરાવેલી રકમ ,  જેમાં લોન એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે તેને પણ  ગણતરીમાં લેવામાં આવશે. આઇટીઆરમાં એક નવી સેકશન  ઉમેરવામાં આવી છે તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન મુકિતનો  ઉલ્લેખ છે. આથી હવે વ્યકિતગત કરદાતાએ કેપિટલ ગેઇન મુકિતનો  ઉલ્લેખ કરી શકશે. ૩૧મી માર્ચ ૨૦૧૭ સુધીની ભારતીય અસ્કયામતો  અને જવાબદારીઓનો વ્યાપ વિસ્તૃત કરાયો છે. હવે કરદાતાએ  તેની પાસેની નાણાંકીય અસ્કયામતો જેવી કે, શેર, સિકયુરિટીઝ  વગેરેનો ઉલ્લેખ કરવાનો રહેશે. સ્થાવર મિલકતોની માહિતી  અને એડ્રેસ વગેરેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

   આ ઉપરાંત નોટબંધી વખતે  કરદાતાઓએ જો જૂની  લોનની રકમ રોકડેથી ભરપાઇ કરી હશે તો તેની વિગતો પણ રિટર્નમાં દર્શાવવી પડશે.(

   એનઆરઆઇએ હવે વિદેશી બેન્ક  ખાતાની વિગતો આપવી પડશે

   અમદાવાદ : વર્ષે  ૧૮૨ દિવસ વિદેશમાં રહી પોતાને બિનનિવાસી ભારતીય તરીકે  પ્રસ્થાપિત કરનારા ઘણાં એનઆરઆઇ અત્યાર સુધી તેમણે  વિદેશમાંથી કરેલી આવકને ટેકસ ભર્યા વગર કાયદેસરની આવક  તરીકે દર્શાવવામાં સફળ રહ્યા છે. જોકે તાજેતરમાં આવકવેરા  વિભાગે આઇટીઆર ફોર્મ નંબર ૨માં સુધારો કરી તમામ  એનઆરઆઇને તેઓ વિદેશમાં જે બેંક ખાતા ધરાવતા હોય તેની  વિગતો દર્શાવવી પડે એવી જોગવાઇ કરી છે. આ વિગતોમાં  ખાતું જયાં હોય તે વિદેશી બેંકનું નામ, તેનું સ્થળ, સ્વિફટ  કોડ તથા ઇન્ટરનેશન બેંક એકાઉન્ટ નંબર (આઇબીએએન) સમાવિષ્ટ છે.  અત્યાર સુધી નિવાસી ભારતીયોએ જ આ પ્રકારે વિદેશી ખાતાની  વિગતો દર્શાવવી પડતી હતી.  એનઆરઆઇના વિદેશી ખાતામાં  જમાં રહેતા નાણાં કાયદેસરની આવક ગણાતા હતા, જોકે નવી  જોગવાઇ સાથે આમ કરવું સરળ સાબિત નહીં થાય. સ્વિફટ કોડના  આધારે બે બેંકો વચ્ચે ઓનલાઇન નાણાં ટ્રાન્સફર થયા હોય તે  જાણી શકાય છે.

 (10:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS