Samachar Business

News of Monday, 17th July, 2017

વિદેશી વ્યાપારમાં ફટકોઃ જૂનમાં વેપાર ખાદ્યમાં ૬૦ ટકાનો ઉછાળો

વિદેશી વ્યાપારમાં ફટકોઃ જૂનમાં વેપાર ખાદ્યમાં ૬૦ ટકાનો ઉછાળો

   રાજકોટ, તા.૧૭ : સરકારને વિદેશી વ્યાપારમાં જબરો ફટકો પડ્યો છે. જૂનમાં વ્યાપાર ખાદ્યમાં ૬૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. જયારે એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં વેપારખાદ્ય ૧૦૮ ટકા જેવી જોરદાર વધી છે. જાણકારોના માનવા મુજબ વેપાર ખાદ્યમાં વધવાના કારણમાં આયાતમાં વધારો થવા ઉપરાંત નિકાસમાં માત્ર નજીવો વધારો થયો હતો. જેને કારણે  વેપાર ખાદ્ય વધી હતી. બીજું કારણ સોનાની આયાતમાં થયેલ તોતિંગ વધારો મનાય છે. જૂનમાં સોનાની આયાત ૧૦૩ ટકા વધીને ૨૪૫ કરોડ ડોલરની થઇ હતી.

   જૂનમાં નિકાસ માત્ર ૪.૩૯ ટકા વધી હતી. જયારે આયાતમાં ૧૯ ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત ઇલેકટ્રોનિકસ ગુડ્સની આયાતમાં ૨૪ ટકાનો વધારો થયો હતો. જયારે નોન -ઓઈલની આયાત અને ઓઇલ આયાત પણ વધી હતી.

   જૂનમાં જેમ્સ એન્ડ જવેલરીની નિકાસ ૨.૭ ટકા ઘટીને ૩૪૧ કરોડ ડોલરની રહી હતી.

 (09:34 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS