Samachar Business

News of Monday, 17th July, 2017

રૂપિયાની મજબુતીથી નિકાસકારોના વેચાણ - નફામાં ઘટાડો થવાની ભીતિ

રૂપિયાની મજબુતીથી નિકાસકારોના વેચાણ - નફામાં ઘટાડો થવાની ભીતિ

   રાજકોટ, તા.૧૭ : રૂપિયામાં થયેલા સુધારાથી નિકાસકારોનું વેચાણ અને નફામાં દ્યટાડો થવાની ભીતિ રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યકત કરી છે. ક્રિસિલે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે રૂપિયામાં ચાર ટકાના વધારાને પગલે જૂન કવાર્ટરમાં નિકાસકારોને વેચાણમાં ત્રણથી ચાર ટકાનો ઘટાડો થશે. અને નફામાં ૨થી ૪ ટકાનો ઘટાડો થવાની શકયતા છે. તાજેતરના મહિનાઓમાં ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવાઈ છે. જેને પગલે જૂન ત્રિમાસિકમાં નિકાસકારોની નફાશકિત ઉપર વિપરીત અસર પડશે.

 (09:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS