Samachar Business

News of Monday, 17th July, 2017

સોનામાં ૨૯ હજારની સપાટી કુદાવીઃ ઘટ્યા ભાવે રિકવરીનો દોરઃ ચાંદીમાં પણ સુધારો

સોનામાં ૨૯ હજારની સપાટી કુદાવીઃ ઘટ્યા  ભાવે રિકવરીનો દોરઃ ચાંદીમાં પણ સુધારો

   રાજકોટ, તા.૧૭ : સોનામાં ઘટ્યા ભવ બાદ સપ્તાહના અંતિમ દિવસોમાં રિકવરીનો દોર જોવાયો હતો. સ્થાનિક બજારમાં સોનાએ ૨૯ હજારની સપાટી કુદાવી હતી. સોનું ૨૯,૦૫૦ના મથાળે જોવાયું હતું. જોકે એકદંરે ભાવમાં મોટી મુવમેન્ટ નહોતી. જોકે ચાંદીમાં સપ્તાહ દરમિયાન મોટી વધ-ઘટ નોંધાતી હતી. ચાંદીમાં પ્રતિ કિલોએ ૩૭,૬૦૦ના મથાળે ભાવ જોવાઈ હતી. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૨૦ ડોલરની સપાટી વટાવી ૧૨૨૭ ડોલર પ્રતિ ઔંસના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું.

   બીજીતરફ ડોલર સામે રૂપિયામાં મજબૂતાઇની ચાલ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૧૪ પૈસા મજબૂત થયો હતો. ફોરેકસ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રૂપિયો ૬૪.૪૦ થી ૬૪.૬૦ની રેન્જમાં ટ્રેડિંગમાં જોવા મળી શકે છે.

   જાણકારોના માનવા મુજબ અમેરિકાના રિટેલના ફુગાવાના ડેટા નબળા આવતા વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં સુધારાની ચાલ જોવા મળી છે. મોટા ફંડોએ પણ અનિશ્ચિતતાભર્યા માહોલમાં ધીમી ખરીદી શરૂ કરતાં વૈશ્વિક બજારમાં સોનામાં સપોર્ટ મળ્યો છે. સ્થાનિક બજારમાં પણ ધીમે ધીમે ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને નીચા મથાળે  સોનામાં ખરીદી નોંધાતાં મજબૂત ચાલ જોવા મળી રહી છે.

 (09:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS