Samachar Business

News of Monday, 17th July, 2017

સૌરાષ્ટ્રમાં મગફળી - કપાસ અને તેલીબિયાનું જબરૂ વાવેતર

કઠોળ અને ધાન્ય પાકો સહીત એરંડાના વાવેતરમાં પણ વધારો

સૌરાષ્ટ્રમાં મગફળી - કપાસ અને તેલીબિયાનું જબરૂ વાવેતર

   રાજકોટ, તા.૧૭ : રાજયમાં ખરીફ વાવેતર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના વાવેતરમાં જબરો વધારો જોવા મળી રહ્યો છે. કપાસ મગફળી અને બાજરી તથા ધાન્ય અને તલ જેવા વાવેતર થયા છે. બિનપિયત એરંડાનું પણ સારા પ્રમાણમાં વાવેતર થયું છે.

   રાજયમાં અત્યાર સુધીમાં કુલ ખરીફ સિઝનનું ૫૦ ટકાથી વધુ વાવેતર કરાયું છે. એમાં મગફળી જેવા મુખ્ય પાકમાં ૯૩ ટકા અને કપાસમાં ૭૩ ટકા વાવેતર થયું છે. તેલિબિયાંમાં ૬૧ ટકા, કઠોળમાં ૪૫ અને ધાન્ય પાકોમાં ૩૩ ટકા વાવેતર કરાયું છે.

   ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ કુલ ૮૫.૭૬ લાખ હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. ગત ૨૦૧૬ના ૧૦મી, જુલાઈ સુધીમાં ૩૨ લાખ હેકટર વાવેતર થયું હતું. જયારે આ વખતે ૧૦મી, જુલાઈ ૨૦૧૭ સુધીમાં ૪૫.૭૪ લાખ હેકટર જમીનમાં વાવેતર પૂરૂ થયું છે. એટલે કે સિઝનમાં થતાં કુલ વાવેતર-વિસ્તાર પૈકાની ૫૩.૩૩ ટકા વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે.

   રાજયમાં કુલ ૧૩.૮૭ લાખ હેકટરમાં મગફળી અને ૨૭.૨૫ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. અત્યાર સુધીમાં ૧૨.૮૭ લાખ હેકટરમાં એટલે કે ૯૩ ટકા વિસ્તારમાં મગફળી અને ૧.૯૦ લાખ હેકટર એટલે કે ૭૩ ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે. રાજયમાં ધાન્ય પાકોનું વાવેતર સરેરાશ કુલ ૧૩.૩૩ લાખ હેકટરમાં થાય છે.

   કઠોળનું વાવેતર સરેરાશ ૫.૨૧ લાખ હેકટરમાં થાય છે. તેમાં અત્યારે ૨.૩૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે. તેલિબિયાંનું વાવેતર કુલ સરેરાશ ૨૩.૩૫ લાખ હેકટરમાં કરાય છે. એમાં અત્યાર સુધીમાં ૧૪.૨૮ ટકા હેકટર જમીનમાં વાવેતર થયું છે.

 (09:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS