NRI Samachar

News of Friday, 17th February, 2017

‘‘મહા શિવરાત્રી યાત્રા'' : દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ૧૯ ફેબ્રુ. ના રોજ કરાયેલું આયોજન : સવારે ૬ વાગ્‍યે હવન કરી વિશ્વશાંતિ માટે કામના કરાશે : સાત કિલોમીટર લાંબી યાત્રામાં વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડશે : આયોજનને શુભેચ્‍છા પાઠવતા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડ

‘‘મહા શિવરાત્રી યાત્રા'' : દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ૧૯ ફેબ્રુ. ના રોજ કરાયેલું આયોજન : સવારે ૬ વાગ્‍યે હવન કરી વિશ્વશાંતિ માટે કામના કરાશે : સાત કિલોમીટર લાંબી યાત્રામાં વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડશે : આયોજનને શુભેચ્‍છા પાઠવતા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડ

            જોહનીસબર્ગ : સાઉથ આફ્રિકાના જોનીસબર્ગના લેનાસિઆમાં ‘‘વિશ્વ શાંતિ'' ના હેતુ સાથે ૧૯ ફેબ્રુ. ના રોજ સાત કિલોમીટર જેટલી વિશાળ ‘‘મહા શિવરાત્રી યાત્રા'' યોજાશે.

            હિન્‍દુ કો-ઓર્ડીનેટીંગ કાઉન્‍સીલ આયોજન ઉપરોક્‍ત વાર્ષિક મહા શિવરાત્રી યાત્રાની શરૂઆત સવારે ૬ વાગ્‍યે સેવા સિથાન્‍થા સંગમ મંદિરથી થશે. જ્‍યાં સૌપ્રથમ હવન કરવામાં આવશે. તથા નાત-જાત , સ્‍જ્ઞી પુરુષ કે ધર્મના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે શાંતિ તથા પ્રેમની યાચના કરાશે. યાત્રામાં અનેક ફલોટસ જોવા મળશે. તથા તે રસ્‍તામાં આવતા શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, બ્રહ્મકુમારી આશ્રમ, ગાયત્રી પરિવાર આશ્રમ, સિવંગના સવ્‍યાપ, વિશ્નું મંદિર તથા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે દર્શન કરશે.

            ઉપરોક્‍ત યાત્રાને શુભેચ્‍છા પાઠવતા ‘‘યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમ'' ના પ્રેસિડન્‍ટ નેવાડા સ્‍થિત શ્રી રાજન ઝેડએ જણાવ્‍યું હતું કે દર વર્ષે આવા ભવ્‍ય કાર્યક્રમોનું આયોજન કરતા રહો તથા ભાવિ પેઢીને આવી શોભાયાત્રાઓ થકી હિંદુ સંસ્‍કૃતિનું જ્ઞૌન આપતા રહો. તથા હિન્‍દુ ધર્મ સંસ્‍કૃતિ મુજબ મોક્ષની પ્રાપ્તિ માટે પ્રેરણા આપો.

            યાત્રા ૨૪ ફેબ્રુ. ના રોજ ઉજવાતી મહા શિવરાત્રીના અનુસંધાને અગાઉથી ગોઠવવામાં આવી છે.

            યાત્રાનું આયોજન શ્રી રમેશભાઈ કારા, સુશ્રી ઈંદિરા મથુરા, શ્રી વિજયભાઈ નારણ, શ્રી કિશોર બાદલ, શ્રી હરિભાઈ ગોવિંદ, શ્રી જેવી રાવજી, શ્રી નરેન્‍દ્રભાઈ ગંગારામ, તથા શ્રી ઈશારા સિંઘ દ્વારા કરાયું છે. જેમાં વિશાળ સંખ્‍યામાં ભાવિકો જોડાશે. તેવું શ્રી રાજન ઝેડની યાદીમાં જણાવાયું છે.

 (10:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS