NRI Samachar

News of Friday, 17th February, 2017

શ્રી મંગલ મંદિર, મેરીલેન્‍ડના ઉપક્રમે આગામી ૨૪ ફેબ્રુ. ના રોજ ‘‘મહા શિવરાત્રી'' પર્વ ઉજવાશે : મહાદેવજીને અભિષેક, ઉપરાંત આરતી, ભજન, ધૂન તથા ‘‘સમૂહ શિવલીંગ પૂજન'' નો લહાવો

શ્રી મંગલ મંદિર, મેરીલેન્‍ડના ઉપક્રમે આગામી ૨૪ ફેબ્રુ. ના રોજ ‘‘મહા શિવરાત્રી'' પર્વ ઉજવાશે : મહાદેવજીને અભિષેક, ઉપરાંત આરતી, ભજન, ધૂન તથા ‘‘સમૂહ શિવલીંગ પૂજન'' નો લહાવો

         

         

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : શ્રી મંગલ મંદિર, મેરીલેન્‍ડના ઉપક્રમે આગામી ૨૪ ફેબ્રુ. ૨૦૧૭ શુક્રવારના રોજ ‘‘મહા શિવરાત્રી'' પર્વની ઉજવણી કરાશે. જે અંતર્ગત આખો દિવસ મંદિરના સમય દરમિયાન મહાદેવજીને અભિષેક કરી શકાશે.

         ઉજવણી અંતર્ગત સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ વાગ્‍યા દરમિયાન અભિષેક તથા આરતી થશે.

         સાંજે પાંચ વાગ્‍યાથી ૬.૪૫ વાગ્‍યા દરમ્‍યિાન ભજન, ધૂન તથા આરતીનો કાર્યક્રમ રાખેલ છે.

         સાંજે ૬.૪૫ કલાકે મંદિર દ્વારા થતી આરતી કરાશે.

         ફળાહારનો સમય સાંજે ૭ થી ૮ વાગ્‍યા દરમિયાન રાખવામાં આવ્‍યો છે.

         બાદમાં રાત્રિના  ૮ વાગ્‍યા થી ૯.૩૦ વાગ્‍યા દરમિયાન સમૂહ શિવલીંગ પૂજન કરાશે.

         પૂજા માટે ૧૦૧ ડોલર ડોનેશન રાખવામાં આવેલ છે. જે માટે શ્રી ચંદ્રકાંત ચોવ (૩૦૧-૪૨૧-૦૯૮૫)નો સંપર્ક સાધવા જણાવાયું છે. પરંપરાગત અભિષેક સાંજે ચાલું રહેશે તેમજ સમગ્ર રાત્રિ દરમિયાન બીજા, ત્રીજા તથા ચોથા પ્રહરમાં આરાધના ચાલુ રહેશે.

         શિવલીંગ પૂજામાં શામેલ થનાર દંપતિને ‘શિવલીંગ' ભેટ અપાશે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

          

 (10:14 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS