NRI Samachar

News of Friday, 17th February, 2017

ગલ્‍ફના ૬ દેશોમાં ૧ જાન્‍યુ. ૨૦૧૮થી પાંચ ટકા VAT (વેલ્‍યુ એડેટ ટેક્‍સ) લાગુ કરાશે : ‘‘ગલ્‍ફ કો-ઓપરેશન કાઉન્‍સીલ (GCC)'' દ્વારા કરાયેલો નિર્ણય :ઓઈલ સિવાયની મહેસુલી આવક વધારવાનો હેતુ : એજ્‍યુકેશન, હેલ્‍થકેર, રિન્‍યુએબલ એનર્જી, સહિતના અમુક ક્ષેત્રોમાં બાંધછોડની શક્‍યતા : વેટના અમલ બાદ પ્રથમ વર્ષે ૧૨ બિલીયન દિરહામ જેટલી મહેસુલી આવક વધવાની ઘારણાં

ગલ્‍ફના ૬ દેશોમાં ૧ જાન્‍યુ. ૨૦૧૮થી પાંચ ટકા VAT  (વેલ્‍યુ એડેટ ટેક્‍સ) લાગુ કરાશે : ‘‘ગલ્‍ફ કો-ઓપરેશન કાઉન્‍સીલ (GCC)'' દ્વારા કરાયેલો નિર્ણય :ઓઈલ સિવાયની મહેસુલી આવક વધારવાનો હેતુ : એજ્‍યુકેશન, હેલ્‍થકેર, રિન્‍યુએબલ એનર્જી, સહિતના અમુક ક્ષેત્રોમાં બાંધછોડની શક્‍યતા : વેટના અમલ બાદ પ્રથમ વર્ષે ૧૨ બિલીયન દિરહામ જેટલી મહેસુલી આવક વધવાની ઘારણાં

         યુ.એ.ઈ. : યુ.એ.ઈ. માં વસતા નાગરિકોએ હવે ૨૦૧૮ ની સાલની ૧ જાન્‍યુ.થી પાંચ ટકા વેટ (વેલ્‍યુ એડેટ ટેક્‍સ) ભરવા તૈયારી રાખવી પડશે તેવું સ્‍થાનિક અધિકારીએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

         તેમણે જણાવ્‍યું હતું કે વહીવટી તથા ટેકનોલોજી અવરોધો વચ્‍ચે પણ ઉપરોક્‍ત અમલ કરવા માટે ગલ્‍ફના ૬ દેશો વચ્‍ચેની ‘‘ગલ્‍ફ કો. ઓપરેશન કાઉન્‍સીલ (GCC)'' આગળ વધવા મક્કમ છે. જેનો હેતુ ૨૦૧૮ ની સાલની ૧ લી જાન્‍યુ. થી ઓઈલ સિવાયની મહેસુલી આવક વધારવાનો છે. જો કે અમુક અર્થશાસ્‍ત્રીઓ તથા અધિકારીઓના મત મુજબ ઉપરોક્‍ત અમલ એકીસાથે ૬ દેશોમાં કરવો વહેવારુ નથી. કારણ કે જયાં લઘુમત ટેક્‍સ છે ત્‍યાં ઉપરોક્‍ત પાંચ ટકા વેટ વસુલ કરવા માટે વહીવટી માળખુ તૈયાર કરવાનું તેમજ વેટના અમલ માટે કંપનીઓને ટ્રેનીંગ તૈયાર કરવાનું આપવાનું કામ જટિલ છે તેમ છતા છએ દેશોમાં એકસાથે સરવતાથી અમલ કરવાનું આયોજન ... સરકારો દ્વારા અગાઉથી વિચારાયુ હોવાનું યુ.એ.ઈ. આવે તેવો પ્રયત્‍ન કરવામાં આવશે. જો કે અમે તેવો મત ધરાવતા નથી કારણકે તેનાથી આવકમાં ગાબડુ પડી શકે અથવા દ્વિધા ઊભી થઈ શકે.

         શ્રી ખૌરીએ જણાવ્‍યું હતું કે ઉપરોક્‍ત પાંચ ટકા વેટના અમલ થકી ૨૦૧૮ની સાલમાં અમે ૧૨ બિલીયન દિરહામ (૩.૩ બિલીયન ડોલર) ની મહેસુલી આવક મળવાની ૨૦૧૫ની સાલની કુલ આવક ૩૭૧ બિલીયન ડોલરના ૦.૯ ટકા જેટલી ગણાય.

         શરૂઆતના તબ્‍બકામાં જે કંપનીઓની આવક વાર્ષિક ૧ લાખ ડોલર કરતા વધુ હશે તેની પાસેથી વેટ વસુલવા નોંઘણી કરાશે જેથી ૯૫ ટકા જેટલી કંપનીઓનો તેમાં સમાવેશ થઈ જવાની ધારણા છે.

         આર્થિક વિકાસની સાથોસાથ સરકારની મહેસુલી આવક ક્રમશ : વધતી જશે પરંતુ હાલમાં પાંચ ટકાથી વધારે વેટની કોઈ ગણતરી નથી. જે ભવિષ્‍યમાં આર્થિક તથા સામાજીક માપદંડોને ધ્‍યાનમાં રાખ્‍યા બાદ વધારી શકાય.

         ફંડ રેઈઝીંગનું માળખુ વિસ્‍તુત કરવા માટે યુ.એ.ઈ. દ્વારા ડેબ્‍ટ લોનો પણ ભવિષ્‍યમાં અમલ કરાશે. જે ફેડરલ સ્‍તરે હશે.

         જેને કાયદાકીય મંજુરી મળ્‍યા બાદ ફેડરલ ગવર્મેન્‍ટ સોવેનિયર બોન્‍ડ બહાર પાડી શકાશે. તથા કેન્‍દ્રીય બેંકની તરલતામાં પણ વધારો થઈ શકશે. તેમ જણાવ્‍યું હોવાનું શ્રી ચિરાગ માવદિયાની યાદી જણાવે છે.

         

          

 (10:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS