NRI Samachar

News of Friday, 17th February, 2017

કેરાળાના ચિફ મિનિસ્‍ટર પિનારાઈ વિજયનું બેહરીનમાં ભાવભર્યુ સ્‍વાગત : માનનીય કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફાએ બંને દેશો વચ્‍ચેના સંબંધો ગાઢ તથા સહકારભર્યા હોવાનું જણાવ્‍યું : બેહરીનના આર્થિક વિકાસમાં ભારતીયોના યોગદાનને બિરદાવ્‍યું

કેરાળાના ચિફ મિનિસ્‍ટર પિનારાઈ વિજયનું બેહરીનમાં ભાવભર્યુ સ્‍વાગત : માનનીય કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફાએ બંને દેશો વચ્‍ચેના સંબંધો ગાઢ તથા સહકારભર્યા હોવાનું જણાવ્‍યું : બેહરીનના આર્થિક વિકાસમાં ભારતીયોના યોગદાનને બિરદાવ્‍યું

         

         

         બેહરીન : તાજેતરમાં બેહરીનની મુલાકાતે ગયેલા ભારતના કેરાલાના ચિફ મિનિ સ્‍ટર પિનારાઈ વિજયનનું માનનીય કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફાએ અલ સફરિયા પેલેસ ખાતે ભાવભર્યુ સ્‍વાગત કર્યુ હતું. તથા કેરાળાથી આવીને વસેલા ભારતીયો દ્રારા બેહરીનના આર્થિક વિકાસ તથા પ્રગતિમાં નોંધપાત્ર પ્રદાનને બિરદાવ્‍યું હતું.

         તેમણે જણાવ્‍યું હતું કે બંને દેશો વચ્‍ચેના સંબંધો ૧૯ મી સદીથી છે. જે પરપસ્‍પર આદર તથા સહકારભર્યા છે. જેના થકી બંને દેશો વચ્‍ચેનો વ્‍યવસાયનો વ્‍યાપ વધ્‍યો છે. તેમજ ટુરીઝમ તથા રોકાણો ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. જે આંતરરાષ્‍ટ્રિય કક્ષાની છે.

         આ તકે તેમણે ૨૦૧૪ની સાલમાં લીઘેલી ભારતની મુલાકાતના સંસ્‍મરણો વાગોવ્‍યા હતાં. તથા બંને દેશો વચ્‍ચે પરસ્‍પર સહકારનો કોલ તાજો કર્યો હતો. તેમણે ભારત દેશએ કરેલી આર્થિક પ્રગતિ તથા વિકાસને સમગ્ર એશિયામાં તથા વિશ્વ વ્‍યાપ્ત ગણાવ્‍યો હતો.

         કેરાલાના ચિફ મિનીસ્‍ટર શ્રી વિજયનએ બંને દેશો વચ્‍ચેના સહકારને વધુ દૃઢ બનાવવા બદલ માનનીય કિંગને બિરદાવ્‍યા હતાં. તથા બેહરીનમાં વસતા ભારતીયો પ્રત્‍યેની તેમની લાગણી તથા સંબંધોની પ્રશંસા કરી હતી. તેવું શ્રી ચિરાગ માવદિયાની યાદી જણાવે છે. 

          

 (10:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS