Mukhy Samachar

News of Friday, 17th February, 2017

ઉત્તર પ્રદેશને કોઈ જ દત્તક પુત્રની જરૃર નથી : પ્રિયંકા

ભાઈ રાહુલ સાથે રાયબરેલીમાં ચૂંટણી રેલી કરી : પ્રિયંકા ગાંધીએ પ્રથમ ચૂંટણી રેલીમાં નોટબંધી, વિકાસ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તેજાબી પ્રહારો કર્યા

ઉત્તર પ્રદેશને કોઈ જ દત્તક પુત્રની જરૃર નથી :  પ્રિયંકા

   નવી દિલ્હી,તા. ૧૭ : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ચોથા અને પાંચમાં તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રિયંકા ગાંધીએ આજે પોતાની પ્રથમ ચૂંટણી રેલી યોજી હતી. રાયબરેલીમાં આયોજિત કોંગ્રેસની ચૂંટણી સભામાં પ્રિયંકા ગાંધીએ મુખ્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા. પોતાના ભાઈ રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા એક મંચ ઉપર નજરે પડી હતી. રાહુલ ગાંધીના ભાષણ બાદ પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું હતું. મોદીને બહારના નેતા તરીકે ગણાવીને પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કોઈને દત્તક લીધેલા પુત્રની જરૃર નથી. ઉત્તરપ્રદેશને ઉત્તરપ્રદેશમાં પોતાના પુત્રો રહેલા છે જે સંપૂર્ણપણે સક્ષમ અને મજબૂત છે. ઉત્તરપ્રદેશના એક એક યુવાન નેતા બનવાની સ્થિતિમાં છે. એક એક વ્યક્તિ વિકાસ કરવા માટે સક્ષમ છે. માત્ર સાથે મળીને કામ કરવાની જરૃર છે. ૧૬મી ફેબ્રુઆરીના દિવસે મોદીએ હરદોઈ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં જન્મ્યા છે પરંતુ ઉત્તરપ્રદેશે તેમને દત્તક લઈ લીધા છે. તેઓ એવા પુત્ર નથી જે માતા પિતાની ચિંતા કરતા નથી. દત્તક લીધેલા પુત્ર દ્વારા જ ઉત્તરપ્રદેશને સર્વોચ્ચ ઉંચાઈ ઉપર લઈ જવામાં આવશે. રાયબરેલીમાં ચોથા તબક્કામાં ૨૪મી ફેબ્રુઆરીના દિવસે મતદાન થશે. ત્યારબાદ પાંચમાં તબક્કામાં ૨૭મી ફેબ્રુઆરીના દિવસે અમેઠીમાં મતદાન થશે. પ્રિયંકા ગાંધીએ નોટબંધીને લઈને પણ મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મોદી કહે છે કે ઉત્તરપ્રદેશમાં મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે. તેઓ પોતે પુત્રી-માતાનો ઉલ્લેખ કરે છે અને તમામ સાથે સંબંધો જોડી કાઢે છે. પ્રિયંકાએ કહ્યું હતું કે દેશની કરોડો મહિલાઓની તરફથી તેઓ કહેવા માંગે છે કે હંમેશા કોઈની સાથે સંબંધો જોડવાની જરૃર હોતી નથી. આના બદલે મોદી આંખથી આંખ મિલાવીને વાત કરે તે જરૃરી છે. પુત્રીઓ, બહેનો અને માતાઓ પર અત્યાચાર કરનાર કોણ છે, નોટબંધીના નામ ઉપર લોકોની બચતને કાગળના ટુકડા તરીકે બગાડી નાખવામાં આવી હતી. બેંકોની લાઈનમાં લોકો ઉભા રહ્યા હતા. મહિલાઓ ઉપર આ પણ એક અત્યાચાર જ હતો. મોદીના સંસદીય વિસ્તારનો ઉલ્લેખ કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે ઘણા પોકળ વચન થઈ ચુક્યા છે. દેશના લોકો પણ ઘણું બધુ સાંભળી ચુક્યા છે. ત્રણ વર્ષ સરકારમાં થઈ ચુક્યા છે. વડાપ્રધાને પોતાના સંસદીય મતવિસ્તારમાં શું કર્યું છે તે વારાણસીના લોકોને પૂછી શકાય છે. જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પોતાના સંસદીય ક્ષેત્ર માટે શું કર્યું તે એક એક વ્યક્તિ કહી શકે છે.

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો