Mukhy Samachar

News of Friday, 17th February, 2017

મુસ્લિમ ખાલી બેસશે તો બાળકો પેદા કરશે : ખાન

આઝમખાનનું વિવાદાસ્પદ નિવેદન

   નવી દિલ્હી,તા. ૧૭ : વારંવાર પોતાના નિવેદન કરવાના કારણે ચર્ચામાં રહેતા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરીને નવી ચર્ચા જગાવી દીધી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ભાગરૃપે અલ્હાબાદમાં એક રેલીને સંબોધતા આઝમખાને કહ્યું હતું કે મુસ્લિમો પાસે કોઈ કામ નથી. જેથી તેઓ વધારે બાળકો પેદા કરે છે. તેમણે કહ્યું હતું કે મુસ્લિમ ખાલી બેસશે તો બાળકો જ પેદા કરશે. તેમણે ક્હયું હતું કે મુસ્લિમોની પાસે રોજગાર નથી. આ પ્રકારની વાત તેઓ હંમેશા કરતા રહે છે. મોદીએ જો કામ આપ્યા હોત તો મુસ્લિમો ઓછા બાળકો પેદા કરશે. અમારે ત્યાં મુસ્લિમોની વસ્તી વધારે થઈ જાય છે. કામ ઓછું છે જેથી બાળકો પેદા થઈ જાય છે. હિન્દુ વધારે બાળકો પેદા કરતા નથી કારણ કે તેમની પાસે રોજગારી છે. મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે બે વર્ષની અવધીમાં મોદીએ ૮૦ કરોડ રૃપિયાના વસ્ત્રો પહેરી લીધા છે. મોદી પોતાને ફકીર કહે છે પરંતુ ફકીર ક્યારેય પણ આટલા મોંઘા વસ્ત્રો પહેરતા નથી. જે દેશમાં વડાપ્રધાન આટલા મોંઘા વસ્ત્રો પહેરશે તે હિન્દુસ્તાનનું ચિત્ર કેવું રહેશે તેમ સમજી શકાય છે.

 (07:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો