Mukhy Samachar

News of Friday, 17th February, 2017

કોંગ્રેસ અલગતાવાદીઓની ભાષા બોલે છે : જીતેન્દ્રસિંહ

કાશ્મીરને લઈ આર્મી ચીફના નિવેદન પર રાજનીતિ : આર્મી ચીફે કોઈને પણ ચેતવણી આપી નથી માત્ર સલાહ આપી છે : કોંગ્રેસે હતાશામાં નિવેદનબાજી કરી છે : ભાજપ

   નવી દિલ્હી,તા. ૧૭ : આતંકવાદીઓ સાથે અથડામણના સમયે સુરક્ષા દળો પર પથ્થરમારો કરનાર લોકોને આર્મી ચીફ તરફથી કઠોર સંદેશાને લઈને પણ રાજનીતિ શરૃ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા જનરલ બિપીન રાવતના નિવેદન પર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા બાદ કેન્દ્રની મોદી સરકારે હવે વળતા પ્રહાર કર્યા છે. કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા જીતેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોતાને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે કહે છે પરંતુ સસ્તી રાજનીતિ માટે અલગતાવાદીઓની ભાષામાં વાત કરે છે. જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે આર્મી ચીફે પોતાના નિવેદનમાં ચિંતા વ્યક્ત કરી છે, કોઈ વોર્નિંગ આપી નથી. તેમણે અપીલ કરતા કહ્યું છે કે લોકો અથડામણવાળી જગ્યાની નજીક ન જાય તે જરૃરી છે પરંતુ કોંગ્રેસ આ મામલાને બીજી રીતે રજુ કરવાના પ્રયાસમાં છે. જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે હતાશામાં રહેલી કોંગ્રેસ પાર્ટી બિનજરૃરી રીતે મુદ્દાઓ ઉઠાવી રહી છે. કોઈપણ મુદ્દાને વિવાદમાં રજુ કરી રહી છે. કોંગ્રેસની હાલત ખૂબ જ કફોડી બનેલી છે. સુરક્ષા દળોના આત્મવિશ્વાસને નીચે લાવવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ લોકોને અપીલ કરવામાં આવે છે કે સેનાના મામલામાં નિવેદનબાજી ન કરવામાં આવે. આર્મી ચીફ બિપીન રાવતે બુધવારે ચેતવણીના અંદાજમાં કહ્યું હતું કે કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સેનાના ઓપરેશનમાં અડચણ ઉભી કરનારને ત્રાસવાદીઓના મિત્ર તરીકે ગણવામાં આવશે. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમનો ઈશારો સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરનાર લોકો ઉપર હતો.

 (07:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો