Mukhy Samachar

News of Friday, 17th February, 2017

હાલ અમ્મા સમર્થકોની ધરપકડ ન કરવા અપીલ

તમિલનાડુ પોલીસને અપીલ કરાઈ

   ચેન્નાઈ,તા. ૧૭ : વર્તમાન સરકાર સામે શાંતિપૂર્ણ રીતે દેખાવ કરી રહેલા અમ્માના સમર્થકોની ધરપકડ ન કરવા પન્નીરસેલ્વમે તમિલનાડુ પોલીસને અપીલ કરી છે. બીજી બાજુ તમિલનાડુમાં રાજકીય ઉથલ પાથલનો દોર યથાવત રીતે જારી રહ્યો છે. મુખ્યમંત્રી પદના ઉમેદવારમાં સૌથી આગળ રહી ચુકેલા શશીકલાને સુપ્રિમના આદેશ બાદ જેલભેગા કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ પલનીસ્વામી મુખ્યમંત્રી બની ચુક્યા છે પરંતુ વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. શશીકલા જુથને ટેકો આપવાને લઈને કોંગ્રેસ પાર્ટીમાં પણ મતભેદો દેખાઈ રહ્યા છે. શનિવારના દિવસે શક્તિ પરીક્ષણ કરવામાં આવનારછે. નવા મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસ મત મેળવશે. મળેલી માહિતી મુજબ મતદાન દરમ્યાન કોંગ્રેસમાં ઘણા સભ્યો ગેરહાજર રહે તેમ માનવામાં આવે છે. સ્કુલ શિક્ષણ મંત્રીને ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. શનિવારના દિવસે વિધાનસભામાં શક્તિ પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સરકાર સામે ઘણા બધા પડકારો હજુ પણ રહેલા છે. અત્રે નોંધનિય છે કે તમિળનાડુમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી રાજકીય અંધાધૂંધી બાદ આખરે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાઈ ગયો છે. ગઈકાલેે શશીકલાના નજીકના ઇ પલનિસામીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. રાજ્યપાલ વિદ્યાસાગર રાવે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

 (07:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS