Mukhy Samachar

News of Friday, 17th February, 2017

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સાથે પાંચ અસોસિએટ બેન્‍કોના મર્જરથી એ ટોચની પ૦ ગ્‍લોબલ બેન્‍કોમાં સ્‍થાન પામશે

કર્મચારીઓએ ગભરાવા જેવું નથીઃ જેટલી

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા સાથે પાંચ અસોસિએટ બેન્‍કોના મર્જરથી એ ટોચની પ૦ ગ્‍લોબલ બેન્‍કોમાં સ્‍થાન પામશે

   નવી દિલ્‍હી તા. ૧૭: સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા હવે પછી ટોચની પ૦ ગ્‍લોબલ બેન્‍કોમાં સ્‍થાન પામશે. આ ઘટના કોઇપણ ભારતીય બેન્‍ક માટે પ્રથમ ઘટના હશે. કેબિનેટે સ્‍ટેટ બેન્‍ક સાથે એની પાંચ એસોસિએટ બેન્‍કોને મજૂ કરવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી છે. જો કે આમાં ાભરતીય મહિલા બેન્‍કનો સમાવેશ થતો નથી. આ પાંચ મર્જૂ થનારી બેન્‍કોમાં સ્‍ટેટ બેન્‍ક ઓફ બિકાનેર એન્‍ડ જયપુર, સ્‍ટેટ બેન્‍ક ઓફ મૈસૂર, સ્‍ટેટ બેન્‍ક ઓફ હૈદરાબાદ, સ્‍ટેટ બેન્‍ક ઓફ પટિયાલા અને સ્‍ટેટ બેન્‍ક ઓફ ત્રાવણકોરનો સમાવેશ છે.

   પહેલા વરસે ૧૦૦૦ કરોડની બચત

   નાણાપ્રધાન અરૂણ જેટલીના કહેવા મુજબ આ મર્જર સાથે સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા વધુ મજબુત બનશે તેમ જ એનું કોસ્‍ટ ઓફ ફન્‍ડિંગ પણ નીચે આવશે. સરકારને પહેલા વરસે આને કારણે ૧૦૦૦ કરોડ રૂપિયાની બચત થશે.

   

 (04:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS