Mukhy Samachar

News of Friday, 17th February, 2017

સિંધ પ્રાંતમાં હુમલાથી પાકિસ્‍તાન છંછેડાયું ૩૭ ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાનિસ્‍તાન પર આરોપ મુક્‍યો : મોસ્‍ટ વોન્‍ટેડ આતંકીઓનું લીસ્‍ટ સોંપવામાં આવ્‍યું : પાક.ના અનેક શહેરોમાં જવાબી કાર્યવાહી કરી અભિયાન ચલાવ્‍યું

    ઇસ્‍લામાબાદ : એક સુફી દરગાહ પર થયેલા આતંકી હુમલામાં ૭૦થી વધુ લોકોના મોત  બાદ પાકિસ્‍તાને દેશભરમાં ત્રાસવાદી વિરુધ્‍ધ મોટાપાયેૅ અભિયાન છેડયું છે. સરકારના એક અધિકારીએ જણાવ્‍યું કે વિવિધ  શહેરોમાં મોટાપાયે શંકાસ્‍પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્‍યારે કેટલાક  સ્‍થળો પર મુઠભેડમાં ૩૭ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્‍યા. અધિકારીના જણાવ્‍યા મુજબ આવનારા કેટલાક દિવસો સુધી આ  અભિયાન ચાલુ જ રહેશે.

   પેરામિલટરીૅ રેન્‍જર્સ દ્વારા નિવેદનમાં કહેવાના આવ્‍યું કે સિંધ પ્રાંતમાં ચલાવામાં આવેલા  ઓપરેશન્‍સમાં ઓછામાં ૧૫ ત્રાસવાદિઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યા. પોલિસ અધિકારીના જણાવ્‍યા  મુજબ ખબર પખ્‍તુનખ્‍યા પ્રાંતમાં પણ ૧૧ ત્રાસવાદી ઠાર કરવામાં  આવ્‍યા. પેશાવરના  રેગી વિસ્‍તારમાં પણ એક સર્ચ ઓપરેશનમાં ત્રણ ત્રાસવાદીઓને ઉડાડી દેવામાં આવ્‍યા.

    સુત્રોના જણાવ્‍યા મુજબ અફઘાનિસ્‍તાન સરહદ પાસેથી એક ચેકપોસ્‍ટ પણ ત્રાસવાદીના હુમલા  બાદ - જવાબી કાર્યવાહીમાં ચાર ત્રાસવાદીને ઠેર કરવામાં આવ્‍યા.

    ત્રાસવાદી હુમલાથી ખળભળી ઉઠેલા  પાકે. અફઘાનિસ્‍તાનના  દુતવાસના  અધિકારીઓને રાવલપિંડીમાં આવેલા  જનરલ હેડકવાટર્સમાં બોલાવ્‍યા. સાથે અફઘાનિસ્‍તાનની  જમીનનો ઉપયોગ કરીને પાક. વિરુધ્‍ધ હુમલાનો ઘડવાનો આરોપ લગાવીને કર્યો અફઘાન અધિકારીઓને પાક. આર્મી દ્વારા ૭૬ મોસ્‍ટ વોન્‍ટેડ ત્રાસવાદીઓની લિસ્‍ટ સોંપવામાં આવી

   

 (04:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો