Mukhy Samachar

News of Friday, 17th February, 2017

લાંચ કેસમાં સેમસંગના પ્રમુખની ધરપકડ

દક્ષિણ કોરીયાના રાષ્‍ટ્રપતિને રીશ્વત આપવાનો આરોપ : કંપનીએ આરોપો નકાર્યા : સેમસંગના શેર ધડામ

લાંચ કેસમાં સેમસંગના પ્રમુખની ધરપકડ

   નવી દિલ્‍હી તા. ૧૭ : દક્ષિણ કોરિયાની એક કોર્ટમાં દેશના રાષ્ટ્રપતિ અને એમના નજીકના મિત્રને ધૂસણખોરીના આરોપમાં સેમસંગના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે.

   વિશ્વની સૌથી મોટી ઉત્‍પાદક કંપની સેમસંગ ગ્રુપની વાયસ ચેરમેન જાય યોન્‍ગ લી ની ભ્રષ્ટાચાર કૌંભાડ માટે શુક્રવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. ૪૮ વર્ષીય લી સેમસંગ ઇલેક્‍ટ્રોનિક્‍સના વાયસ ચેરમેન છે. જેમની ગુરુવાર સાંજે અટકાયત કરવામાં આવી હતી. લી જેઇ યોન્‍ગ કંઇ પણ બોલ્‍યા વગર ગુરુવારે સોલ સેન્‍ટ્રલ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ પહોંચ્‍યા હતાં. જયાં સાંજે તેમની સુનવણીનો અંત આવ્‍યો હતો. યોંગ પર વિદે્‌શોમાં સંપત્તી છુપાવવા, ઉચાપત અને ખોટા પુરાવા આપવાનો આરોપ લગાવવામાં આવ્‍યો છે.

   જજે શુક્રવારે સવારે ૫.૩૦ એ નિર્ણય લીધો હતો. કોર્ટે ગત મહિને એની ધરપકડ કરવાની અરજીને ફગાવી દીધી હતી. અને કહ્યું હતું કે યોંગની ધરપકડ માટે ન્‍યાયપૂર્ણ દોષો માનવા માટેના પુરાવાનો અભાવ છે.પરંતુ મંગળવારે એક ખાસ ફરીયાદીએ અને એક એક્‍ઝિક્‍યુટિવે સેમસંગ ઈલેક્‍ટ્રોનિક્‍સ પ્રમુખ પાર્ક ગાયું- જિન, લાંચ અને અન્‍ય કેસમાં ધરપકડ માટે વોરંટની વિનંતી કરી હતી.

   જો કે, કોર્ટે પાર્કની ધરપકડ માટેની વિનંતીને નકારી દીધી હતી. જે કોરિયાના અશ્વારોહણ ફેડરેશન વડા છે.

 (04:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો