Mukhy Samachar

News of Friday, 17th February, 2017

બાથરૂમમાં ડોકિયા કરીને જ મોદીએ ૧૩૨ કરોડ કઢાવ્‍યા : સાક્ષી મહારાજ

કાળા નાણા બહાર કાઢવા બધે જ ઝાકવું પડશે

બાથરૂમમાં ડોકિયા કરીને જ મોદીએ ૧૩૨ કરોડ કઢાવ્‍યા : સાક્ષી મહારાજ

      નવી દિલ્‍હી તા. ૧૭ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પરના બાથરૂમ અને કુંડળીવાળા નિવેદન પર ભાજપના નેતા સાક્ષી મહારાજે લખનઉ ખાતે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જુઓ બાથરૂમમાં ડોકિયા કરીને મોદી ૧૩૨ કરોડ રૂપિયા કાઢી લાવ્‍યાં. ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કોઈના હૃદયમાં તો કોઈના બાથરૂમમાં ડોકિયા કરવા પડશે. કાળા નાણાને બહાર કાઢવા માટે કોઈના મકાનમાં તો કોઈના વિદેશમાં ખાતામાં ઝાકવું પડશે. મોદીજી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે બધુ જ કરશે. સાક્ષી મહારાજનું કહેવું છે કે વિકાસનો મુદ્દો બદલાયો નથી. બધાનો સાથ, બધાનો વિકાસ એ ભાજપ માટે હજુ પણ મુદ્દો છે. હિન્‍દુસ્‍તાનમાં તેનાથી મોટો મુદ્દો કોઈ હોઈ શકે નહીં. તેમાં સૌથી મોટુ વિધ્‍ન જનસંખ્‍યામાં વધારો અને લવ જેહાદ છે.પીએમ મોદીના બાથરૂમ અને કુંડળીવાળા નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે બાથરૂમમાં ડોકિયા કરીને જ મોદીએ ૧૩૨ કરોડ રૂપિયા કઢાવી લીધા. ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કોઈના હૃદયમાં તો કોઈના બાથરૂમમાં ડોકિયા કરવા પડશે. મોદીજી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે બધુ જ કરશે.

      સાક્ષી મહારાજે કહ્યું કે જમીન ઘટતી જાય છે અને જનસંખ્‍યા વધતી જાય છે. આથી અમારું કહેવું છે કે જનસંખ્‍યા પર નિયંત્રણ હોવું જોઈએ. સરકાર અને સુપ્રીમ કોર્ટનું પણ આ જ માનવું છે. સાક્ષી મહારાજે જણાવ્‍યું કે ભાજપના અધ્‍યક્ષ અમિત શાહે પણ કહ્યું છે કે સરકાર બનતા જ ઉત્તર પ્રદેશના તમામ કતલખાના બંધ કરી દેવાશે.

      ભાજપના નેતાએ કહ્યું કે અમે એક જ મુદ્દાને લઈને ચાલી રહ્યાં નથી. ૨૦૧૪માં પણ રામ મંદિર મુદ્દો હતો અને અત્‍યારે પણ તે મુદ્દો છે. કોઈ પણ તાકાત અયોધ્‍યામાં રામ મંદિરને બનતા રોકી શકશે નહીં. અમે લોકો રામ ભક્‍ત છીએ અને જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. મુલાયમ સિંહે કહ્યું હતું કે નહીં થઈ શકે અને અમે કહ્યું હતું કે કાર સેવા કરીને બતાવીશું. ભલે નાનું પરંતુ અમે મંદિર બનાવીને બતાવ્‍યું.

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS