Mukhy Samachar

News of Friday, 17th February, 2017

કરાંચી ભારત વિરોધી તમામ ત્રાસવાદીઓના ગઢ તરીકે છે

નવા રિપોર્ટમાં ચોંકાવનારો ધડાકો કરવામાં આવ્‍યો : તોયબા, જેશ અને જમાત ઉદ દાવાના ટોપ લીડરો અને તેમના સભ્‍યો કરાંચીમાં સક્રિય : મદરેસાનો ઉપયોગ જારી

   કરાચી,તા. ૧૭: પાકિસ્‍તાન વિશ્વના સૌથી ખતરનાક દેશો પૈકી એક છે તે બાબત તો કેટલીક વખત સપાટી પર આવતી રહે છે. હવે નવા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્‍યો છે કે કરાચી ભારત વિરોધી તમામ ખતરનાક ત્રાસવાદી સંગઠનોના ગઢ તરીકે છે. અહીં તમામ સંગઠન મોટા પાયે સક્રિય છે. આ નવા રિપોર્ટથી ત્રાસવાદીઓ સામે પાકિસ્‍તાનનુ ઉદાસીન વલણ ફરી એકવાર સાબિત થઇ ગયુ છે. પાકિસ્‍તાન ત્રાસવાદીઓ સામે કોઇ કાર્યવાહી કરી રહ્યુ નથી તે બાબત પણ પુરવાર થઇ છે. વૈશ્વિક દેશોએ પણ આ હેવાલની નોંધ લેવી જોઇએ. અને પાકિસ્‍તાન પર સતત દબાણ વધારી દેવા માટે વિશ્વના દેશોએ એકમત થવુ જોઇએ. બ્રસલ્‍સના થિન્‍ક ટેન્‍ક ઇન્‍ટરનેશનલ ક્રાઇસીસ ગ્રુપે કહ્યુ છે કે કરાચીમાં લશ્‍કરે તોયબા, જમાત ઉદ દાવા અને જેશે મોહમ્‍મદ જેવા સંગઠન મોટા પાયે સક્રિય છે. અહીં આ સંગઠનના લોકો અને તેમના આકા સક્રિય થયેલા છે. જેહાદી બનવા માટે અહીં મોટા પો મદરેસાનો ઉપયોગ કરવામાં આવે છે.

   રિપોર્ટમાં કહેવામાં આવ્‍યુ છે કે પાકિસ્‍તાનના ખતરનાક ત્રાસવાદી સંગઠન કરાચી શહેરમાં સંશાધનોનો ઉપયોગ કરે છે. આ સંગઠન અહીં મદરેસા અને ચેરિટી સંસ્‍થાઓ પણ ચલાવે છે. જેના પર પાકિસ્‍તાન સરકાર કોઇ પણ પ્રકારના પ્રતિબંધ મુકતી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યુ છે કે કરાચીને ત્રાસવાદી સંગઠનો પ્રેશર કુકર બનાવી રહ્યા છે. પાકિસ્‍તાની સેના આ સંગઠનો અને તેની સાથે જોડાયેલા લોકોને સારા જેહાદી તરીકે ગણે છે. સાથે સાથે તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીં સુપર હાઇવેની સામાંતર સારા તાલિબાનના વિસ્‍તારો છે. 

 (03:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો