Mukhy Samachar

News of Friday, 17th February, 2017

કચ્‍છમાં વિસ્‍ફોટકો સાથે આતંકવાદી ઘુસ્‍યો ? સુરક્ષા તંત્ર એલર્ટ

માછીમારીના સ્‍વાંગમાં ઉગ્રવાદી ઘુસ્‍યાની ભારે ચર્ચાઃ દરીયાકાંઠા વિસ્‍તારોમાં તપાસનો ધમધમાટ

કચ્‍છમાં વિસ્‍ફોટકો સાથે આતંકવાદી ઘુસ્‍યો ? સુરક્ષા તંત્ર એલર્ટ

   ભૂજઃ તસ્‍વીરમાં પોલીસ વિભાગ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે તે નજરે પડે છે

   ભૂજ, તા. ૧૭ :. કચ્‍છમાં વિસ્‍ફોટકો સાથે આતંકવાદી ઘુસ્‍યો હોવાની દહેશત વચ્‍ચે સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

   વિસ્‍ફોટકોના બોકસ સાથે પાકિસ્‍તાની આતંકવાદી કચ્‍છ તરફ આવી રહ્યા હોવાના સેન્‍ટ્રલ આઇબીના ઇનપુટના પગલે તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે અને કચ્‍છમાં એલર્ટ જાહેર કરી તમામ રસ્‍તા ઉપર નાકાબંધી કરી દેવામાં આવી છે અને આવતા જતાં તમામ વાહનોનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્‍યું છે.

   પ્રાપ્‍ત અહેવાલ પ્રમાણે ભારતીય જળ સીમામાં જખૌ નજીકથી આતંકવાદીઓ ચાર થી પાંચ જેટલા વિસ્‍ફોટક ભરેલા બોકસ સાથે એસયુવી કારમાં કચ્‍છ તરફ આવી રહ્યા છે તેવા ઇનપુટ સેન્‍ટ્રલ આઇબીએ ગુજરાત આઇબીને આપતાં આજે વહેલી સવારથી જ દિલ્‍હી આઇબીની તાકીદ મુજબ કચ્‍છમાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું અને કચ્‍છમાં જળ સીમા તેમજ તમામ હાઇવે પર સજ્જ નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને ઠેર-ઠેર પોલીસની ટીમ તહેનાત કરી આવતાં જતા તમામ વાહનોનું ચેકીંગ શરૂ કરી દેવાયું હતું.

   ખાસ કરીને ગાંધીધામમાં તેમજ આજુ બાજુના વિસ્‍તારોમાં પોલીસના ધાડા ઉતારી દઇ ચાંપતી નિગરાની રાખવામાં આવી રહી છે અને તમામ સુરક્ષા એજન્‍સીઓને કચ્‍છમાં સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.

   ભારત દ્વારા પાકિસ્‍તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્‍ટ્રાઇક બાદ વળતો પ્રહાર કરવાને માટે પાકિસ્‍તાનમાં બેઠેલા આતંકના આકક્કાઓ તલપાપડ બની ગયા છે અને અનેકવિધ ઉંબાડીયાઓ આ બાબતે ચાલી જ રહ્યા છે જેમાં રાજસ્‍થાન અને કચ્‍છની સરહદને સોફટતા ર્ગેંટ બનાવી અને વળતો જવાબ આપવાના પણ ઇનપુટસ આવી ચૂકય છે દરમ્‍યાન જ કચ્‍છની સુરક્ષા  એજન્‍સીઓએ અને સરંક્ષણ વિભાગોની ઉંઘ હરામ કરતી બાતમી દીલ્‍હી કક્ષાએથી ગત રોજ આવવા પામી ગઇ છે.

   દિલ્‍હી સેન્‍ટ્રલ આઇબીના સુત્રોએ ગુજરાત સરકારને અને તે પછી ગુજરાત સરકાર દ્વારા સરહદી કચ્‍છને એલર્ટ કરી દીધી છે. આ માહીતીમાં એવુ જણાવાયું છે કે, એક પાકિસ્‍તાની શખ્‍સ જખૌ પાસે પાકિસ્‍તાનથી ભારતીય જળસીમામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી ગયો છે અને તે એસયુવી કારમાં બેસી અને ચારેથી પાંચ જેટલા શંકાસ્‍પદ બોક્ષની સાથે ગાંધીધામ તરફ જવા રવાના થયો હોવાની બાતમી સામે આવવા પામી રહી છે. આ બાતમી મળવાની સાથે જ પોલીસ અને પરસાસનમાં હેડકંપ મચી જવા પામી ગયો હોવાના અહેવાલો છે.

   આ બાતમી મળતાની સાથે જ પૂર્વ  કચ્‍છ જિલ્લામાં નાકાબંધી જાહેર કરી દેવામાં આવી છે. ગાંધીધામમા શહેરની સુરક્ષા ઔર વધારી દેવામાં આવી છે. અહી પોલીસને પણ વધુ સતર્ક બનાવી દેવામાં આવી છે. ગાંધીધામ તરફ આવતી તમામ ગાર્ડીઓને વિવિધ સ્‍થળો પર વિવિધ ટીમો અને વધુ લોકોને મેદાનમાં ઉતારી અને એક એક કારની જીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જખૌ તરફથી મળેલા એલર્ટના પગલે કચ્‍છભરમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. આવા પ્રકારના ઇનપુટસ મળ્‍યા હોવાની બાતમી ખુદ પીમ અને પૂર્વ કચ્‍છ પોલીસવડા પણ સ્‍વીકારી રહ્યા છે અને તેઓ પણ વધુ સતર્કતા સાથે આવા માહીતીના આધારે તફતીશ વધારે તેજ બનાવી દીધી હોવાનો પણ વિશ્વાસ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

   અંગે પૂર્વે કચ્‍છ એસપી ભાવનાબેન પટેલે કહ્યુ કે રૂટીન મેસેજ છે ઉપલીકક્ષાએથી મળતા સંદેશાના આધારે તમામ પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી છે. ટીમોને સક્રીય અને સર્કત કરાઇ છે નાકાબંધી પણ કરવામાં આવી રહી હોવાની વાત તેઓએ કરી હતી. પીમ કચ્‍છ એસપી મકરદ ચૌહાણે કહ્યુહતુ. તેઓએ ઉમેર્યુ કે,ઉચ્‍ચસ્‍તરેથી આ બાબતે એજન્‍સીઓએ ધ્‍યાન દોરતા આવા શખ્‍સને શોધવાની દિશામાં જરૂરી ટીમો કાર્યરત કરી દેવાઇ છે આ ટીમોને કામે લગાડી અને શંકાસ્‍પદ સ્‍થળો, જાહેરસ્‍થળો પર વિશેષ વોચ રાખવાના આદેશો આપી દેવાયા છે. આ શખ્‍સના મળેલ ઇનપુટસને અનુરૂપ તમામ પ્રકારની તકેદારીઓ રખાઇ છે બીએસએફના ડીઆઇજી પીઆરઓ શ્રી ભાટ્ટીએ કહ્યુ કે આ ઇનપુટસ જાન્‍યુઆરી માસમાં આવેલ તેવો જ છે. ઇનપુટસ આધારે બીએસએફ દ્વારા જલસીમાએ સતર્કતા વધારાઇ છે.

   જખૌ દરીયાકાંઠાથી એક શખ્‍સ કારમાં સવાર થઈ અને ચારથી પાંચ સંદિગ્‍ધ બોકસની સાથે જિલ્લામાં ઘુસી ગયો હોવાની બાતમી દિલ્‍હીથી આવી છે અને તેના પગલે ગુજરાત સહિત કચ્‍છભરમાં એલર્ટ જાહેર કરવામાં આવી ગયુ છે.

   જખૌ જળસીમા વિવાદમાં છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે આ સીમાએ મેરીટાઈમ બ્રાઉન્‍ડ્રી હદ નક્કી થવા પામી શકી નથી ત્‍યારે અહીંથી ઘુસપેઠીયાની વાત નકારી શકાય તેમ નથી. આવા સમયે રક્ષા વિશેષજ્ઞો એક એવી વાત પણ કરી રહ્યા છે કે ઘુસપેઠીયો શખ્‍સ એ માત્ર ઘુસણખોર જ છે કે આતંકવાદી?

   પાકિસ્‍તાની એક શખ્‍સ જે જખૌ સીમાએથી ઘુસી આવેલ હોવાથી વાત વહેતી કરવામાં આવી છે તેની સામે પણ સવાલો થવા પામી રહ્યા છે. અહીં જાણકારો દ્વારા એવો પણ ઈશારો કરવામાં આવ્‍યો છે કે, આવો કોઈ શખ્‍સ ઘુસ્‍યો હોવાના હકીકતમાં ઈનપુટસ ક્‍યારે મળ્‍યા છે? તાજા ઈનપુટસ છે કે પછી જૂની વાત? આ પણ એક તપાસનો વિષય બની રહ્યો છે.(

 (03:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો