Mukhy Samachar

News of Friday, 17th February, 2017

તીન તલાકની સુનાવણી શનિવાર અને રવિવારે કરવા પણ સુપ્રીમ કોર્ટ તૈયાર

થોકબંધ અરજીઓ વિશેનો નિર્ણય હવે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચ લેશે

   નવી દિલ્હી, તા. ૧૭ : સર્વોચ્ચ અદાલતમાં મુસલમાનોના ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નીત્વના રિવાજોને પડકારતી અરજીઓની સુનાવણી માટે પાંચ જજની બંધારણીય બેન્ચની સ્થાપના કરવામાં આવશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરના વડપણ હેઠળની બેન્ચે વિવિધ અરજદારોની અરજીઓના વિષયોના ત્રણ ભાગ પાડયા હતાં અને બંધારણીય બેન્ચે વિચારણા કરવાના પ્રશ્નો ૩૦ માર્ચે નક્કી કરવામાં આવશે એવું જણાવ્યું હતું.

   બેન્ચે જણાવ્યું હતું કે 'અરજીઓના મુદ્દા ખૂબ મહત્ત્વના છે. આ બાબતમાં ઉતાવળ અને બેદરકારી પોસાય એમ નથી.'(૮.૯)

 (11:32 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો