Mukhy Samachar

News of Friday, 17th February, 2017

પરવેઝ મુશર્રફે ''સમાજસેવક'' હાફિઝ સઇદને નજર કેદમાંથી મુકત કરવાની માગણી કરી

પૂર્વ રાષ્ટ્રપતિ-તાનાશાહની અકકલ ચરવા ગઇ : ત્રાસવાદી પ્રેમ જાહેર કર્યો

પરવેઝ મુશર્રફે ''સમાજસેવક'' હાફિઝ સઇદને નજર કેદમાંથી મુકત કરવાની માગણી કરી

   ઇસ્લામાબાદ તા. ૧૭ : પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે માગણી કરી છ ેકે  જમાત-ઉદ-દાવાના વડા હાફીઝ સઇદને નજરકેદમાંથી મુકત કરવામાં આવે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે મુંબઇહુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદની સંસ્થા ઘણી સારી સામાજિક સંસ્થા છે અને સમાજસેવાના ઘણા કાર્યો કરે છે.

   મુશર્રફે એક પાકિસ્તાની ટીવી-ચેનલને જણાવ્યું હતું કે 'હાફિઝ સઇદને તાબડતોબ મુકત કરવો જોઇએ. આ સંસ્થાના સભ્યો આતંકવાદી નથી. તેઓ એક સારી સામાજિક સંસ્થા ચલાવે છે. આ સંસ્થાએ ધરતીકંપ પછી તેમ જ પાકિસ્તાનમાં આવેલા પુર પછી રાહત અનેબચાવકાર્યોમાં ઘણો સારો ફાળો આપ્યો છે. હાફિઝ સઇદની સંસ્થા ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન(આ સંસ્થા જમાત-ઉદ-દાવાની ફ્રન્ટ સંસ્થા છે) ધાર્મિક યુવાનોને રાહત અને બચાવકાર્યોમાં જોડે છે. મારા અભિપ્રાય મુજબ તેઓ તાલિબાનની વિરૂધ્ધ છે અને આ સંસ્થા પાકિસ્તાન અથવા વિશ્વમાં અન્ય કોઇ સ્થળે આંતકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલી નથી એટલે એની સાથે જુદી રીતે વ્યવહાર થવો જોઇએ.'

 (11:32 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS