Mukhy Samachar

News of Friday, 17th February, 2017

હરિયાણામાં શ્રીકૃષ્ણ, શિવજી અને દુર્ગામાને ટેકસની નોટિસો મળી

ઇટ્સ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા

   ચંડીગઢ તા. ૧૭: ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયાવાળી લાઇન યાદ અપાવે એવો કિસ્સો હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં બન્યો છે. ત્યાંની મ્યુનિસિપલ કાઉન્સિલે પ્રોપર્ટી-ટેકસની લેણી નીકળતી રકમ વસૂલવા માટે નોટિસો બહાર પાડી છે. અહીં સુધી તો વાત બરાબર હતી; પરંતુ રસપ્રદ વાત એ હતી કે આ નોટિસો ભવાન શિવજી, રાધા-કૃષ્ણ, દુર્ગામા સહિતનાં સંખ્યાબંધ દેવી-દેવતાઓનાં નામની ફાડવામાં આવી હતી. નોટિસમાં લખ્યા પ્રમાણે આ દેવી-દેવતાઓએ પોતાનાં મંદિર જે જગ્યા પર છે ત્યાંના ટેકસભર્યા નથી. એ રકમ ચાર હજાર રૂપિયાથી લઇને ત્રણ લાખ રૂપિયા જેવી થવા જાય છે.

 (11:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો